Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 17
________________ ૧૨૧૨ ] દર્શન અને ચિ’તન બૌદ્ધ આચાયોની વાદકુશળતા અને તે વિષયની રસવૃત્તિ જેમ તેએના પોતાના સાહિત્યમાં જોઈ શકાય છે, તેમ પ્રતિવાદી ગણાતા જૈન અને વૈદિક સાહિત્યમાં પણ તે પ્રમાણપ તરીકે નોંધાયા છે. ચીની યાત્રી હ્યુએન્સગ પણ પોતાના શ્રદ્ધાસ્પદ ગુરુ બૌદ્ધ ભિક્ષુઓની અનેક વાદકથાઓને અને તેમાં મળેલા વિજયાને નોંધે છે. વૈદિક વિદ્વાનેામાં વાત્સ્યાયન પછી શખસ્વામી, કુમારિલ ભટ્ટ અને ઉદ્યોતકર એ બધાના સાહિત્યમાં વાદથાનું જ ખળ અને ખંડનમંડનની તૈયારી જણાય છે. શ્રીમાન શકરાચાય ને વાદકથા દ્વારા થયેલા દિગ્વિજય ચક્રવર્તીના શસ્ત્ર દ્વારા થયેલ દિગ્વિજય જેટલે જાણીતા છે અને રસપૂર્વક ગવાય છે. ક્રૂ આ સમયના જૈન, બૌદ્ધ અને વૈદિક એ બધા સોંપ્રદાયાના સાહિત્યની વર્ણનરૌલી પૂવ સમયના સાહિત્યની વર્ણનશૈલીથી બિલકુલ બદલાયેલી છે. આ વનશૈલીમાં વાદપદ્ધતિનું તત્ત્વ મુખ્ય છે. પૂર્વની પ્રશ્નોત્તરપદ્ધતિ નામશેષ છે, તર્કનું સામ્રાજ્ય છે અને શ્રદ્ધા ગૌણપદે છે. ઘણાખરા પ્રત્યેાનાં અને તદ્ગત વિષયાનાં પ્રકરણાનાં નામ સુદ્ધ વાદ શબ્દ સાથે જોડવામાં આવ્યાં છે. આ સમયને કાઈ પણ દાનિક ગ્રન્થ છે તે તેમાં મોટા અને રસ ભરેલો ભાગ તા પરમતના ખંડનથી જ રોકાયેલા હશે. આખા મધ્યવર્તી સમય સામ્રાજ્યના અને સ`પ્રદાયના વિસ્તાર માટેની વિજયવ્રુત્તિથી જ મુખ્યપણે અંકિત થયેલા ઇતિહાસના પૃષ્ડ ઉપર નોંધાયેલો છે. ખાસ દૂષિત કરી જૈન સોંપ્રદાયને સમત પત્ર ( ન્યાયવાકય ) ની સર્વ શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે અને બતાવ્યું છે કે ન્યાયવાકચમાં છે, ત્રણ, ચાર, પાંચ, છે એ અનુક્રમે દશ સુધી અવયવ, અધિકારી શ્રોતાની અપેક્ષાએ, યેાજી શકાય છે. ન્યાયવાકયમાં અમુક એક જ અવયવની સખ્યા માનથી તે એકાન્ત છે એમ બતાવી તેઓએ ન્યાયવાકચમાં અવયવની સખ્યા સુધ્ધામાં અનેકાન્તદૃષ્ટિ ગાવી છે. તેઓએ પત્રપરીક્ષામાં કુમારનન્દી ભટ્ટારકનાં કેટલાંક પદ્યો ઉદ્ધૃત કર્યાં. છે અને તે બધાં ન્યાયવાકયની પરીક્ષાને લગતાં છે. તેથી કુમારનન્દી નામના કાઈ પ્રસિદ્ધ આયાય જેએ વિદ્યાન પહેલાં થયેલા તેઓએ પણ આ વિષયમાં ગ્રંથ લખ્યાનું સ્પષ્ટ સૂચન થાય છે. ૧૬. શ’કરદિગ્વિજય આદિ ગ્રંથ જોવાથી આ બાબત સ્પષ્ટ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68