Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 15
________________ ૧૨૧૦ ] દર્શન અને ચિંતન દ્વાત્રિશિકામાં છે. વાદની ચિંતા અને વિજ્યની તૃષ્ણથી વિદ્વાને અને ત્યાગીઓની સ્થિતિ કેવી ચનીય થઈ જાય છે તેનું ચિત્ર આઠમી વાદ દ્વાત્રિશિકામાં છે. બારમી ન્યાયવિંશિકામાં ન્યાયદર્શનના પદાર્થોનું અક્ષપાદનાં ન્યાયસૂત્રોને કાંઈકે મળતું વર્ણન છે. ન્યાયાવતારમાં જૈન સંપ્રદાય પ્રમાણે ન્યાયવાક્યની પદ્ધતિ કેવી હેવી જોઈએ તેનું મુખ્યપણે વર્ણન છે. વિગત માટે જુઓ પરિશિષ્ટ, ૪. એક બાજુએ, તે સમયના વિદ્વાને રાજસભામાં વિજય પ્રાપ્તિ અને તદ્વારા લાભ તથા ખ્યાતિ મેળવવી એને પોતાની વિદ્યાનું ધ્યેય માનતા; અને તે માટે વિદ્યા મેળવવા જોઈતા શ્રમ ઉપરાંત વિજયસાધક વાદકથામાં કુશળતા મેળવવા વાદવિષયક શાસ્ત્રોને ખૂબ અભ્યાસ કરતા, અને તે અભ્યાસને પ્રયોગ પણ કરતા; આ કારણથી વાદમાં વિજય અપાવે તેવાં તેનાં રહસ્યોનું સંક્ષેપમાં વર્ણન કરે એવા ગ્રન્થને તેઓ ચાહતા, ભણતા અને બનાવતા બીજી બાજુ વિરક્તવૃત્તિના વિદ્વાને આવી વિદ્યાગેઝીની એવી ધૂમાયમાન સ્થિતિ જોઈ, આધ્યાત્મિક વિદ્યાઓના દુરુપયોગની ફિકરથી નિસાસો મૂક્તા, અને વિજય માટે રાત દિવસ અથાગ શ્રમ કરતા તેમ જ રાજસભામાં દેડતા વિદ્વાનોને વિસ્મય અને પરિહાસની દૃષ્ટિએ જોતા. આ બંને બાજુનું પ્રતિબિંબ દિવાકરના પ્રતિભાશાલી હૃદય ઉપર પડયું અને તેઓએ તે પ્રતિબિંબને પોતાની પ્રખર કવિત્વશક્તિ દ્વારા મૂર્ત રૂપ આપ્યું. દિવાકરશ્રીએ જોયું કે તર્કવાદ અને વિજયની તૃષ્ણ વિદ્વાનોને લયબ્રષ્ટ કરે છે અને તેનું પરિણામ સૌને માટે હાનિકારક છે. તેથી તેઓએ તે સ્થિતિને વગેવી. પણ જ્યાં સુધી એ સ્થિતિ ચાલુ રહે અને બિલકુલ ન બદલાય ત્યાં સુધી વિરક્ત થઈ એકાન્તમાં બેસી રહેવાથી સંપ્રદાયનું અસ્તિત્વ જોખમમાં આવે અને તેનાં કેટલાંક વિશિષ્ટ ત નામશેષ થાય એ કારણથી તેઓએ પોતાના જીવનના અનુભવમાં ઉતારેલ ઘણું વાદથાના દાવપેચેની શિક્ષા આપવી પણ તેટલે જ અંશે ચોગ્ય ધારી. તેમ જ જેન નિમ્નન્દો, જેઓ ખાસ ત્યાગ અને વિરક્તિને લીધે ન્યાયવિદ્યા અને વાદકથાની વિશેષ ગડમથલમાં નહાતા પડતા તેઓને પણ પરકીય અને સ્વકીય ન્યાયવિદ્યાનું જ્ઞાન મેળવવું આવશ્યક છે એમ તેઓએ જોયું. વિજયવૃત્તિપ્રધાન મધ્યવર્તી સમયના પ્રારંભમાં જ વિદ્વાનોના હૃદયમાં કેવી જાતનાં બીજ રોપાયાં હતાં એ બધું આથી સૂચવાય છે. . આ બીજોને ઉત્તરોતર વિકસતાં આપણે જોઈએ છીએ અને તેને પરિણામે સાંપ્રદાયિક દર્શન સાહિત્યનું મધુર અને કટુક મહાન વક્ષ:ભારતવર્ષમાં કલેલું અને ફળેલું જોઈએ છીએ, જેમાં ઇષ્ટ-અનિષ્ટ પરિણામો કેવળ ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68