Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ કથાતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૨૫ તમનથી હોતું. તેમાં બંને પક્ષકાએ પોતપોતાના પક્ષ સ્પષ્ટ રૂપે જ સ્વીકારી તેને સાધવાનું જોખમ વહોરેલું હોય છે. જન્મ અને વિતષ્ઠા બંને કથાનો ઉદ્દેશ ગમે તે રીતે વિજય મેળવવાનો જ હોવાથી તેમાં બંને પક્ષકારેને સત્યાસત્ય જોવાનું નથી હોતું. કઈ પણ રીતે વિપક્ષને પરાભવ આપવો એ એક જ વૃત્તિથી આ કથા ચાલતી હેવાને લીધે તેમાં બંને પક્ષકારે જાણી જોઈને જળ અને જાતિરૂપ અસદુત્તરનો પ્રયોગ સુધ્ધાં કરી શકે છે. અને દરેક જાતના નિગ્રહસ્થાનનું ઉદ્ભાવન કરી સામાને પરાજ્યની નજીક લાવવાને યત્ન પણ કરી શકે છે. વિજયેરછાથી ઉન્મત્ત થયેલ વાદીએ કાંઈ પરાજેય સ્વીકારવા તૈયાર ન હોય એટલે જલ્પ અને વિતડાત્મક કથાને પ્રસંગે અંકુશ મૂકે અને એક પક્ષને તેને પરાજય સ્વીકારાવે તેવા પ્રભાવશાલી મધ્યસ્થ અને સભાસદની પણ જરૂર હોય છે. પણ વાદમાં એમાંનું કશુંયે હેતું નથી. વાદકથા તત્વનિર્ણયની ઈચ્છાથી પ્રેરાયેલ બે અથવા વધારે સહાધ્યાયીઓ વચ્ચે અગર તે ગુરુ-શિષ્ય વચ્ચે ચાલે છે. તેથી તેમાં અસત્યને જાણી જોઈને અવકાશ નથી. એટલે વાદમાં છળ, તથા જાતિને બુદ્ધિપૂર્વક પ્રગ અગર નિગ્રહસ્થાનનું ઉદ્ભાવન સંભવતું જ નથી. ૧૩. પ્રયોજન ઉપરના વર્ણનથી એ તે સ્પષ્ટ જ છે કે વાદકથાનું પ્રોજન તત્વનો નિર્ણય અને જલ્પ તથા વિતષ્ઠાનું પ્રયોજન વિજયપ્રાપ્તિ એ છે. છતાં મહર્ષિ ગૌતમ, પિતાના શાસ્ત્રમાં વર્ણવેલા સેળ પદાર્થ, જેમાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનને પણ સમાવેશ થાય છે, તેના તત્ત્વજ્ઞાનને મેક્ષપ્રાપ્તિનું અંગ માને છે એ એક જાતનો વિરોધ છે. જ્યાં તે છળ, જાતિ અને નિગ્રહસ્થાનરૂપ અસત પ્રમાણે, અને ક્યાં જલ્પ અને વિતષ્ઠામાં વિજે. છાજનિત ચિત્તમાલિન્ય અને ક્યાં તેના જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ ! એ દેખીતે વિરોધ છે. પણ આ વિરોધ મહર્ષિ ગૌતમના ધ્યાન બહાર તે નથી જ. ન્યાયશાસ્ત્રને સૂત્રધાર એ મહર્ષિ ઉક્ત વિધિને પરિહાર કરવા જલ્પ અને વિતષ્ઠાકથાને ઉપયોગ કઈ સ્થિતિમાં કરે એ પણ જણાવે છે. તે કહે છે કે વિજય દ્વારા કોઈ ભૌતિક લાભ કે ખ્યાતિ પ્રાપ્ત કરવાના હોય તે તે વિજય મેળવવા જલ્પ અને વિતડાને પ્રગ ન કર. વિજયનું સાધ્ય પણ તત્ત્વને નિશ્ચય જ હે જોઈએ. એટલે કે પિતાને અગર પિતાના સંપ્રદાયના અનુયાયીઓને થયેલા તત્વનિશ્ચય ઉપર કોઈ બીજા વાદીઓ આવી આક્રમણ કરતા હોય અને તેવી સ્થિતિમાં તત્વનિશ્ચયમાં વિક્ષેપ પડતો હોય તો તે તત્ત્વનિશ્ચયની રક્ષા કરવા અનિષ્ટ છતાં પણ જલ્પ અને વિતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68