Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૧૨૦૬ ] દર્શન અને ચિંતન વિજિગીષભાવે જરૂર પ્રેગ કરે. આનું સમર્થન કરતાં તે એક મજેદાર દાખલે આપે છે. તે કહે છે કે કાંટાઓ જાતે અનિષ્ટ હેઈ હેય છે. છતાં વાવેલ બીજની, અને અંકુરની રક્ષા કરવા વાડ દ્વારા કાંટાને પણ ઉપયોગ થાય છે. આ દાખલામાં બીજાંકુરની રક્ષા કરનાર કાંટાની વાડ સાથે તસ્વનિશ્ચયની રક્ષા કરનાર જલ્પવિતષ્ઠા – કથાની સખામણ મહર્ષિની સમર્થનકુશળતા સૂચવે છે. મહર્ષિ એમ સૂચવતા જણાય છે કે પ્રૌઢ દશાએ પહેચેલાં અને દમૂલ થયેલાં વૃક્ષો માટે કાંઈ કાંટાની વાડની જરૂર નથી હતી. તેનું વૃક્ષ તે પિતાનાં ઊંડાં મૂળને બળે જ કેવળ પશુઓથી નહિ પણ વાયુ અને સેવાના ભયંકર ઝપાટાથી સુધ્ધાં સુરક્ષિત છે. તેવી રીતે જેઓને દઢ અને ઊંડે તસ્વનિશ્ચય થયેલ હોય છે તેઓ કોઈ પણ વિધીના ગમે તેવા આક્રમણથી ડગતા જ નથી એટલે તેઓને જલ્પ કે વિતરડાની મદદ લેવાની જરૂર નથી. પણ એવા તત્ત્વનિશ્ચયવાળા ગણ્યાગાંઠ્યા હોય છે. સામાન્ય જનસમુદાય તે હમેશાં અમુક સંપ્રદાય પ્રમાણે તનિશ્ચય સ્વીકાર્યો છતાં ડગમગતી જ સ્થિતિમાં હોય છે, અને તેથી તેઓનો તત્ત્વનિશ્વય માત્ર અંકુર જે કોમળ અને અસ્થિર હોય છે. એટલે સંપ્રદાયના તેવા લોકોને સ્થિર રાખવા ખાતર જ૫ અને વિતડાકથા આવશ્યક છે અને તે રીતે તે મોક્ષનું અંગ પણ છે. જલ્પ અને વિતષ્ઠાના ઉપયોગની મહર્ષિની આ સૂચના એક બાજુ વિદ્વાનેમાં મનુષ્યસ્વભાવ પ્રમાણે ઉત્પન્ન થતી અઘટિત વિદ્યાસ્પર્ધા અને તજન્ય દુષ્પરિણામે ઉપર અંકુશ મૂકે છે અને બીજી બાજુએ તત્કાલીન તથા પૂર્વકાલીન વિદ્વાનોની વિદ્યાગે અને સાંપ્રદાયિક આવેશમાંથી ચડસા-- ચડસી કેવી થતી હોવી જોઈએ એ તરફ લક્ષ ખેંચે છે. મહર્ષિ જાણે છે કે સંપત્તિ અને સંતતિની મમતા તો મનુષ્ય અને ઇતર પ્રાણુ વચ્ચે એક સરખી સમાન છે જ; પણ મનુષ્યની વિશેષતા તેના વિચારની મમતામાં છે. મનુષ્ય જે વિચાર (પછી તે ગમે તે હોય) બાંધે અગર સ્વીકારે છે, તેમાં અહં ત્વને દઢ આરેપ થતાં તે તેને એકાએક છેડતું નથી. અને ઘણીવાર તે સંપત્તિ, સંતતિ અને પિતાને ભોગે પણ તે પિતાના વિચારને વળગી રહે. છે. મનુષ્યની આ વિશેષતાને લીધે જ સંપ્રદાય બંધાય છે અને વિચારપરિવંતન માટે મારામારી અને કાપાકાપી વિદાને સુધ્ધાંમાં થાય છે. આવી. સ્થિતિમાં જેમ તત્ત્વનિશ્ચયનું રક્ષણ આવશ્યક છે તેમ કેવળ લેભ અને ૧૨. ન્યા. સૂ. અ. ૪, આ. ૨, સે. ૪–૪૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68