Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૨૦૦ ] દર્શન અને ચિંતન સાહિત્યનો ઈતિહાસ. આ બંને પ્રકારને ઈતિહાસ જે સાહિત્યમાંથી તારવવાને છે તે સાહિત્યના સમયને ત્રણ વિભાગમાં અહીં વહેચી નાખીશું. આથી પ્રસ્તુત વિષયના ઈતિહાસમાં ઉત્તરોત્તર કેવાં કેવાં રૂપાન્તર થતાં આવ્યાં છે, વિદ્વાનની બાહ્ય સૃષ્ટિ અને અન્યલેખકોની માનસમૃષ્ટિ કેવી કેવી બદલાતી ગઈ છે તે જાણવું સુગમ થશે. તે ત્રણ વિભાગે આ પ્રમાણે છે: (#) વિક્રમ સંવત પહેલાં સમય, (g) વિક્રમની પ્રથમ સદીથી નવમી સદી સુધી સમય, (1) નવમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધીનો સમય. આ ત્રણેને અનુકમે પૂર્વવત સમય, મધ્યવર્તી સમય અને ઉત્તરવતી સમય એવાં નામોથી અહીં ઓળખીશું. આ ત્રણે વિભાગના સાહિત્યમાં વૈદિક, જૈન અને બૌદ્ધ સંપ્રદાયનું એટલે સમગ્ર ઉપલબ્ધ હિંદુ સાહિત્ય આવી જાય છે. ૭. મહર્ષિ ગૌતમનાં ન્યાયસૂ—-અત્યારે ભારતવર્ષનું વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ સંપ્રદાયમાં વહેચાયેલું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેમાં કથા પદ્ધતિના સ્વરૂપનું સ્પષ્ટ નિરૂપણ હોય એ સૌથી પ્રાચીન ગ્રન્થ મહર્ષિ અક્ષપાદ ગૌતમને રચેલે છે. આ ગ્રન્થ “ન્યાયસૂત્ર ને નામે પ્રસિદ્ધ છે. અત્યારે તે જ ન્યાયદર્શનનો આદિ ગ્રન્થ લેખાય છે, અને તે પાંચ અધ્યાયમાં વહેંચાયેલે હાઈ પંચાધ્યાયી” પણ કહેવાય છે. દરેક અધ્યાયનાં બે એટલે કુલ તેનાં દશ આહ્નિક છે. તેનાં સૂવે, પ્રકરણે, પદે અને અક્ષરની સંખ્યા અનુક્રમે ૫૨૮, ૮૪, ૧૯૬, ૮૩૮૫ છે. ૮. કથા પદ્ધતિની જ મુખ્યતા –કેટલાક વિચારકે આ ન્યાયસૂત્રના સેળ પદાર્થોમાં પ્રમાણનું પ્રથમ સ્થાન જોઈ અને તેમાં પ્રમાણના નિરૂપણની અતિસ્પષ્ટતા જોઈ એ સૂત્રોનું પ્રમાણપદ્ધતિના ગ્રન્થ તરીકે ઓળખે છે. પણ એ સૂત્રોના ટીકાકાર વાસ્યાયન તેને ન્યાય નામ આપે છે, અને ન્યાયપદ્ધતિના ન્ય તરીકે ઓળખવાની સૂચના કરે છે. બારીકીથી વિચારતાં એ સૂત્રોને કથા પદ્ધતિના પ્રખ્ય તરીકે જ ઓળખવામાં વિશેષ ઔચિત્ય છે. પંચાવયવરૂપ ન્યાયની પ્રથમ પેજના અક્ષપાદે કરી છે. સરળ પદાર્થમાંના ઘણાને સંબંધ એ ન્યાય સાથે છે એવી ધારણાથી કે વાસ્યાયને એને ન્યાય એ નામ આપ્યું હોય તે એ એક રીતે ઠીક છે. છતાં સેળે પદાર્થોના સંબંધ જેવી રીતે કથા પદ્ધતિ સાથે બંધ બેસે છે તે તે ન્યાય સાથે બંધ નથી જ બેસતો. તેથી સૂત્રકારની દૃષ્ટિમાં કથા પદ્ધતિની જ પ્રધાનતા હોવાનો સંભવ છે. અર્થાત્ સૂત્રકારે પિતાના ગ્રન્થમાં સળ પદાર્થોનું જે નિરૂપણ કર્યું છે તે કથા પદ્ધતિના જ્ઞાનની પરિપૂર્તિ માટે જ છે એમ માનવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 68