________________
એટલે મોહની સામે લડનારો પણ લાડ નહિ કરનારો” મારે પણ મોહ સામે યુદ્ધના મોરચા માંડવા છે. લાલચંદને સંસારમાં જરા ય ગમે નહિ. જેથી ત્રણ ત્રણ વાર દીક્ષા લેવા પ્રયત્નો કર્યા પણ કુટુંબીઓએ સંયમ માટે અટકાયત કરી.
“મહાભિનિષ્ક્રમણ જે જેને ઝંખે તે વહેલું મોડું પણ આવી રહે” તેમ આચાર્ય ભગવંત કમલસૂરીશ્વરજી મહારાજાનું વિક્રમ સંવત ૧૯૫૮નું ચાતુર્માસ માણસામાં થયું. સંયમોન્સુક યુવાન લાલચંદે ગુરૂદેવને વિનંતિ કરી “પ્રભો! સંસારસમુદ્રને પાર લઈ જાઓ ! મારે રાગદ્વેષના કેંદ્ર સામે યુદ્ધ કરવું છે. મને સહાય આપો !” મારા કુટુંબીઓનો વિરોધ છે. તેઓને મારો વિયોગ અસહ્ય છે. મારી વાત ગુપ્ત રહે તે જ મારું કાર્ય પૂર્ણ થાય.
ગુરૂદેવ લાલચંદના લક્ષણ અને વૈરાગ્ય જોઈ ખૂબ આકર્ષાયા. ચાતુર્માસ પૂર્ણ થયે શાસનને એક મહારથી આપવા બોરૂ પધાર્યા. લાલચંદને સમાચાર મોકલ્યા. લાલચંદ પણ પોતાની ફેઈને રાતે સૂતા મૂકી બહારથી તાળુ વાસી અડધી રાતે ઊંટ પર બેસી “બોરૂ ગયા.
તેને ન નડયો માતાનો મોહ, ન નડયો ફઈનો મોહ, તેને ન ગમી કાયાની મમતા કે ન ગમી માયાની મમતા, પોતાના કુટુંબને વિસારી વિશ્વના ઉદ્ધાર અર્થે એણે ડગ ભર્યા. એનામાં શાસનસેવાના અનેક મનોરથો ભર્યા હતાં. ધન્ય હો એ મહાભિનિષ્ક્રમણના પંથે પ્રયાણ કરનાર વીરાત્માને!
જિનશાસનનો યાત્રી આજે લાલચંદના આનંદનો પાર ન હતો. વર્ષોથી ભાવેલ ભાવના આજે પરિપૂર્ણ થશે. વિક્રમ સંવત ૧૯૫૯ની કાર્તિક વદિ પછીના દિવસે તેની સંસારની કણી કપાઈ અને તેને સંયમની યષ્ટી મળી ગઈ. લોકોના આનંદ અને ઉત્સાહ વચ્ચે લાલચંદને ગુરૂદેવે સંયમનું પ્રદાન કર્યું. લાલચંદ મટી જૈનશાસનના મહામુનિ લબ્ધિવિજય બન્યા ! જિનશાસનના સાચા યાત્રી બન્યા !