________________
વૈરાગ્ય બીજા–રોપણ
લાલચંદની નવ વર્ષની ઉમર થઈ ત્યાં પિતાનું મૃત્યુ થયું. આ શોકના પ્રસંગને ખૂબ ધીરતાથી સહન કર્યો અને પોતાના ભાવિજીવનના મધુરા સોણલા સહ જીવન વીતાવવા લાગ્યા. તે સમયે આત્મારામજી મહારાજના પટ્ટધર સદ્ધર્મસંરક્ષક નિસ્પૃહડામણિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કમલસૂરીશ્વરજી મહારાજ સપરિવાર ભોયણીજી તીર્થની યાત્રા કરી ખાલશાસન પધાર્યાં. બાલશાસનની ધર્મપ્રિય જનતાએ સૂરીશ્વરની ધર્મદેશનાનો ખૂબ લાભ લીધો. લાલચંદ પણ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ગુરૂદેવના દર્શનાર્થે આવતાં અને ગુરૂદેવની દેશનાનું પાન કરતા. આ અમૃત પાનના પ્રભાવે લાલચંદને થયું હું સાધુ બનું તો કેવું સારૂં !
અદ્ભુત સ્વમ
વૈરાગ્ય ખીજારોપણ થયા બાદ એક રાત્રિએ લાલચંદને સ્વગ્ન આવ્યું કે “તીર્થંકર પ્રભુ સમવસરણમાં બેસીને દેશના આપે છે. ખૂબ સુંદર વાજિંત્રના નાદ વાગે છે. હું દેશના સાંભળું છું. તીર્થંકરની વાણી મને ખૂબ ગમી. હું તેમાં તલ્લીન બની ગયો. આ દેશનાને સરૂપ કરવાનો મેં નિશ્ચય કર્યો. ત્યાં મારી આંખ ખૂલી ગઈ.
ગુરૂદેવ કમલસૂરીશ્વર મહારાજ પોતાની વિહાર યાત્રામાં આગળ વધ્યાં અને લાલચંદ વિશેષ અભ્યાસ કરવા માટે માણસામાં કોઈ ને ત્યાં આવ્યાં. કોઈનું નામ દલસીબહેન તે ખૂબ ધર્મી. ભત્રીજો લાલચંદ તેમને ખૂબ લાડકો. લાલચંદને ધાર્મિક સંસ્કાર પણ ખૂબ આપે અને વ્યવહારિક શિક્ષણ પણ ખૂબ સુંદર અપાવે. લાલચંદને અભ્યાસનો જેટલો શોખ એટલો જ તરવાનો શોખ. ખાટલી તારો પણ એને મન રમત આખા ગામના લોકો તેને મલાઈ નો મગર” કહેતાં.
સંયમ માટે પ્રયત્ન
ગઈ કાલના ખાળક લાલચંદ આજે અઢાર વર્ષના નવયુવાન અની ગયાં. સાથોસાથ તેઓની વૈરાગ્યભાવના પણ પુરજોશમાં આગળ વધી. હવે તેઓને થઈ ગયું કે દીક્ષાને યોગ્ય ઉમર થઈ ગઈ છે. જિનનો ભક્ત