________________
બનાવી જૈનશાસનની ઘરે ઘરે ગામે ગામે અને નગરે નગરે ડીંડીમ પીટાવી, જૈનધર્મનો જયધ્વજ અનેક કષ્ટ સહન કરી ફરકાવ્યો. જય પામો તે સંયમમૂર્તિ મહામુનીશ્વર !
છોટા આત્મારામજી પૂજ્ય મુનિશ્રી પંજાબમાં વિચરતા છતાં પણ તેઓનું મન સદા ગુરૂની સેવા માટે જ ઉત્સુક રહેતું. જ્યારે ગુજરાતમાં જાઉ અને પૂજ્ય ગુરૂદેવની ચરણગંગામાં સ્નાન કર્યું. તે ધન્ય અવસર પણ આવ્યો અને મુનિશ્રીએ ગુજરાત તરફ વિહાર લંબાવ્યો.
પંજાબના શ્રાવકો મુનિશ્રીની શાસનસેવાથી એટલા બધા આકર્ષાયા હતા કે તેઓ મુનિશ્રીને સદા “છોટા આત્મારામજી” ના લાડીલા નામથી જ સંબોધતા.
મુનિશ્રી મુનિધર્મનું યથાવિધિ પાલન કરતાં દિલ્લી પધાર્યા. વિક્રમ સંવત ૧૯૭૦ નું ચાતુર્માસ શાસનપ્રભાવનાપૂર્વક ત્યાં જ કર્યું. એક મહિના સુધી રામા થિએટરમાં પાંચ હજાર માનવ મેદની વચ્ચે જાહેર વ્યાખ્યાનો કર્યો.
ગુરૂચરણમાં રતલામ ઉદેપુર થઈ મુનિશ્રીએ ઈડરમાં પગલાં કર્યો. છ છ વર્ષની પ્યાસ અહીં પૂર્ણ થઈ. પંજાબમાં અનેક વાદવિવાદોમાં જીત મળતાં જે આનંદ મુનિશ્રીના મુખ પર ન હતો તે આજે હતો. ભવનું ભ્રમણ દૂર કરનાર ગુરૂદેવનું દર્શન થયું. દર્શન કર્યો એટલું જ નહિ પણ ગુરૂદેવના આદેશને પૂર્ણ કર્યો અને ચાતુર્માસ પણ ગુરૂદેવની સાથે જ કર્યું.
જૈનરલ વ્યાખ્યાન વાચસ્પતિ ગુરૂદેવે લાલચંદ નવ વર્ષના હતા ત્યારથી જે સ્વમ સેવેલા તે આજે સાકાર બન્યાં. જૈનશાસનની જયધ્વજ ફરકાવનાર મહારથીને જોઈને ગુરૂદેવનું હૃદય હર્ષથી પુલકિત બની ગયું. માતાને જે આનંદ પુત્રમિલન સમયે હોય છે તે કરતાં પણ અધિક આનંદ આજે ગુરૂદેવને હતો. તેઓને થયું સુયોગ્ય શિષ્યને જૈનશાસનના ભંડારમાંથી કાંઈક તો આખું જ. વિક્રમ સં. ૧૯૭૧ ના આસો વદ એકમને ધન્ય દિવસ આવ્યો અને શ્રી સંઘના અપૂર્વ ઉત્સાહપૂર્વક પૂ. ગુરૂદેવે મુનિશ્રી લબ્ધિવિજયમને “જૈનરલ વ્યાખ્યાન વાચસ્પતિ”ની પદવી આપી. ગુરૂદેવે પદવી આપી ને સમાજે