________________
૧૦
ખંડન કર્યું. આ વાદવિવાદ સંસ્કૃતમાં દોઢ કલાક સુધી ખૂબ સુંદર ચાલ્યો. પંડિતજી હારી ગયા અને જિનશાસનના મહામુનિ જીતી ગયા. આ સંપૂર્ણ વાદ એક મધ્યસ્થગ્રહસ્થ હિંદીમાં જનતાને સમજાવતા હતાં તેથી જનતાને પણ જિનશાસનનું સત્ય રહસ્ય પ્રાપ્ત થયું.
રોપડથી વિહાર કરી પૂજ્યશ્રી જાડરા પધાર્યાં, અહીં એક પણ જૈનનું ઘર ન હતું. બ્રાહ્મણોને ત્યાં પૂજ્યશ્રીના શિષ્ય આહાર લેવા ગયાં. રસ્તામાં સાક્ષર લખુરામ વિપ્ર મળ્યાં. તેણે મુનિશ્રીને પૂછ્યું “જ્જા આપ ની તરસે સંતવોજ લતે હૈં ? ” મુનિશ્રીએ જવાબ આપ્યો કે હું સંસ્કૃતમાં વાર્તાલાપ કરી શકતો નથી પણ મારા પૂજ્ય ગુરૂદેવ સુંદર રીતે સંસ્કૃતમાં વાત કરી શકે છે. મુનિશ્રી આહાર લઈ મકાનમાં પહોંચ્યા અને ગુરૂદેવને વાત કરી. તેટલામાં પેલા પંડિતજીનો એક વિદ્યાર્થી આવી ધમાલ કરવા લાગ્યો ત્યારે પૂજ્યશ્રીએ નવીન ન્યાયમિશ્રીત સંસ્કૃતમાં બોલવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીને સમજણ ન પડવાથી કહેવા લાગ્યો કે તજ્જ મા રાચ્છ, તદ્દે મા ા,” ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું કે “સાત્ને તત્” શાકટાયન વ્યાકરણુસૂત્રનો કૌમુદીમાં આવતા વિસ્ચેન’ સૂત્રસાથે સમન્વય કરો ?
વિદ્યાર્થી પૂજ્યશ્રી પાસે ના જવાય થઈ ગયો અને તેણે કહ્યું કે મારા ગુરૂદેવ સાથે વાદ કરશો ? પૂજ્યશ્રીએ હા કહી સ્વીકાર્યું. ગામની મધ્યમાં ક્ષત્રિયના ઘરમાં વાદવિવાદ નક્કી થયો. પંડિતજીએ “વેદાઃ પૌરુષેયાઃ” પક્ષ કર્યો, ગુરૂદેવે ઉત્તરપક્ષમાં તેનું ખંડન સ્વીકાર્યું બાદ પંડિતજીને પૂછયું આપ વાદ કરવા ઈચ્છો છે કે જલ્પ? પંડિતજીએ કહ્યું વાદ અને જલ્પમાં ફેર શું ? મને સમજ નથી. પૂજ્યશ્રીએ તેની સમજ આપી ત્યારે પંડિતજીએ કહ્યું વાદ અને જલ્પ બંને કરીશ. ત્યાર આદ બે કલાક સુધી વેદ ઈશ્વરોક્ત છે કે નહિ ? તે વિષય પર વાદ થયો. અંતે પંડિત હારી ગયો ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું હું સ્યાદ્વાદી છું એટલે વેદ ઇશ્વરોક્ત છે તે પણ સાબિત કરી આપી શકું છું. જય હો સ્યાદ્વાદ સિદ્ધાંતનો કે જ્યાં કોઈ ટંટાફસાદનું નામ નિશાન નથી.
આ રીતે પંજાબમાં વિચરી આર્યસમાજીો, સ્થાનકવાસી, દિગંમર સામે વાદો કરી નાસ્તિકોને આસ્તિક બનાવી, માંસાહારીને અહિંસક