Book Title: Karmprakruti Mool
Author(s): Vanchayamashreeji
Publisher: Girdharlal Kevaldas Dalodwala

View full book text
Previous | Next

Page 19
________________ પ્રથમ શિષ્ય નારોવાલ ગામમાં સૂરિદેવ પોતાના વિદ્વાન શિષ્ય સહ વિરાજતાં હતાં ત્યારે ગુજરાતના શોભાશન ગામના વતની ઉમેદચંદભાઈ સંયમ ગ્રહણ કરવા ગુરૂદેવની પાવની નિશ્રામાં આવ્યાં. ગુરૂદેવના વરદહસ્તે સુયોગ્ય ઉમેદચંદભાઈએ સંયમ ગ્રહણ કર્યું અને મુનિશ્રી લબ્ધિવિજયમ૦ ના પ્રથમ શિષ્ય બન્યાં. તેમનું શુભ નામ મુનિ ગંભીરવિજય રાખ્યું. આ શિષ્ય ગુરૂદેવના નામને ખૂબ દીપાવ્યું છે. જેનશાસનની જયપતાકા ગુરૂદેવને હવે ગુજરાતના સંઘના અત્યાગ્રહથી ગુજરાત તરફ વિહાર કરવો હતો. પંજાબના સંઘની પણ તેટલી જ પંજાબમાં સ્થિરતા કરવા વિનંતિ હતી. છેવટે પૂજ્યશ્રીએ પોતાના વિદ્વાન શિષ્ય મુનિશ્રી લબ્ધિવિજયમને પંજાબ ખાતે રોક્યાં અને ગુરૂદેવે ગુજરાત તરફ વિહાર કર્યો. મુનિ લબ્ધિવિજયને ગુરૂદેવનો વિયોગ અસહ્ય હતે પણ ગુરૂદેવની આજ્ઞા શિરોમાન્ય કરવી જોઈએ આથી પંજાબમાં ચાર ચાતુર્માસ ક્ય. ઠેઠ મુલતાન (સિંધ) અને જંબુ (કાશ્મીર) સુધી વિહાર કરી જિનશાસનની જયપતાકા ફરકાવી છે. તેની નોંધ ઉલ્લેખનીય છે. કસુરના ચાતુર્માસમાં આર્યસમાજીઓ સાથે કલાકો સુધી સંસ્કૃતમાં વાદો કરીને તેઓને નિરૂત્તર કર્યા સંઘને કુસંપ દૂર કર્યો. ક્ષત્રિય, મુસલમાન, શિખપ્રજાને માંસ મઘ, પરસ્ત્રીગમન છોડાવ્યાં. સ્થાનકવાસી અને આર્યસમાજો સામે અનેક પ્રમાણોથી ભરપૂર મૂર્તિમંડન” નામનો ગ્રંથ બનાવ્યો હોશિયારપુરમાં સર્વ ઈતર દાર્શનિકોનું નિરસન કરતો “અવિદ્યાધકાર માર્તડ” ગ્રંથ બનાવ્યો. લુધિયાનામાં તો વ્યાખ્યાનની ખૂબ ધામધૂમ મચી હતી. તે વ્યાખ્યાનો તત્ત્વજ્ઞાનથી ખૂબ ભરપૂર હતાં. જે લુધિયાના વ્યાખ્યાન' નામના ગ્રંથમાં પ્રકાશિત થયેલ છે. મુલતાનમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી અને માંસ નિષેધક મંડળીની સ્થાપના કરાવી. એક એક વ્યાખ્યાનમાં પાંચસો પાંચસો માંસાહારથી પાછા હઠ, નિયમ લે, છ આને શેર માંસ ત્રણ અને શેર થયું. ઘરે ઘરે અહિંસાના-અમારીના-જીવ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82