________________
દયાના નાદ ફેલાયા. જીવદયામય આચારનું સુંદર વર્તન દેખાયું. ધન્ય છે સધ્ધર્મસંરક્ષક સૂરીશ્વરને ! અને તેઓના શિષ્યને ! કે જેણે હેમચંદ્રાચાર્ય અને કુમારપાલના સમયની જૈનસમાજને યાદ અપાવી.
અહીંયાં દિગંબર સ્થાનકવાસી પંડિતોએ ગુરૂદેવ લબ્ધિવિજયમ૦ ને વાદ માટે આવાહન આપ્યું. મુનિશ્રીએ પદ્ધતિસર તેઓની સાથે એક કલાક વાદ કર્યો. પંડિત નિરૂત્તર બની હારીને નાસી ગયા. સિંધ-સૌવીરમાં મુનિશ્રી લબ્ધિવિજયમ૦ ની જય બોલાઈ.
અહીંયાં એક જાહેર પ્રવચન “હી ઔર ભી” પર રાખવામાં આવ્યું હતું. આ પ્રવચનમાં સ્યાદ્વાદ શૈલીનું ખૂબ જ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું.. આ પ્રવચનનું પુસ્તક પણ “હી ઔર ભી” નામથી પ્રકાશિત થયેલ છે.
મુનિશ્રી વિહાર કરતાં અંબાલા પધાર્યાં. અહીંની પ્રજા મુનિશ્રીની દેશનાથી ખૂબ પ્રભાવિત થઈ. જૈનેતર પ્રજા તથા વકીલો અને મેજિસ્ટ્રેટો પણ નિયમિત લાભ લેતા. અંબાલામાં પંમ હિંદુ કોન્ફરન્સનું પાંચમું અધિવેશન ભરાયું. આ સભામાં શિક્ષણ અને દયાઆ બે વિષય ચર્ચવાના હતાં. અમાલાના વકીલ મુરલીધરના અત્યાગ્રહથી જૈનશાસનની પદ્ધતિ અનુસાર કોન્ફરન્સમાં મુનિશ્રીનું વ્યાખ્યાન ગોઠવાયું. પૂજ્યશ્રીએ દયા વિષે એટલું જોરશોરથી પ્રવચન આપ્યું કે ત્યાં બેઠેલા યુવક લાલા લજપતરાયને થયું કે જો આ મુનિશ્રીનું વ્યાખ્યાન ચાલુ રહેશે તો જનતા દયાળુ અની જશે, માંસનો નિષેધ કરશે” તેથી તેણે વિરોધમાં આવી એક ચિઠ્ઠી મોકલી. વ્યાખ્યાન બંધ કરો.” આ તરફ પ્રમુખે ચિઠ્ઠી મોકલી કે “દશ મિનિટ આગળ વધારે ચલાવો.” કેવું અદ્ભુત આકર્ષણ પૂજ્યશ્રીની દેશનામાં હશે કે હજારો માંસાહારીઓને માંસનો ત્યાગ કરાવ્યો.
નમન હો એ અદ્ભુત દયાળુ વકતાને !
જિનશાસનની જય ડીંડીમ
લુધિયાનાથી વિહાર કરી પૂજ્યશ્રી રોપડ ગામમાં પધાર્યાં. અહીં સંસ્કૃત” પદ પર આવીશ દિન વ્યાખ્યાન કર્યું. તે સમય દરમ્યાન સંસ્કૃતવિશારદ શિવરામ પંડિત પૂજ્યશ્રી પાસે વાદવિવાદ કરવા આવ્યાં. પંડિતજીએ ઈશ્વર કર્તૃત્વનો પૂર્વપક્ષ કર્યો અને ગુરૂદેવે ઉત્તરપક્ષમાં તેનું