________________
૧પ
શાસનના શિરતાજ વયોવૃદ્ધ ગુરૂદેવેશે અનેક શાસ્ત્ર ગ્રંથોની રચના કરી, વાચના આપી અનેક શિષ્યોની જ્ઞાનતૃપ્તિ કરી છે. સંયમમાં પ્રેરણા આપી સંયમધર્મની આરાધનામાં ખૂબ આગળ વધાર્યા છે. શ્રદ્ધાની તો એટલી બધી જડ ઊંડી પોતાના શિષ્ય શિષ્યાઓના હૈયામાં બેસાડી દીધી છે કે, એમનો નિરંતરનો જાપ જ બની ગયો છે કે “તમેવ સર્ચ નિસૅકે જિહિં પવેઈયું” જેમનો સ્વાધ્યાય દીપક રાત દિવસ જલતો જ રહેતો સહુના ઉપર સમાનદષ્ટિ વીતરાગતાની યાદ આપતી હતી એ શાસન પ્રભાવક ગુરૂદેવે શાસનની અનેકવિધ સેવાઓ કરી છે પણ આ બધુ ગ્રંથમાં ઘણો વિસ્તાર થઈ જતો હોવાથી હવે એમનું છેલ્લી આરાધનામય જીવનનું કંઈક આલેખન કરી સૂરિજીના જીવન-કવનને અહીં સમાપ્ત કરીશ સંવત ૨૦૧૭ ના વૈશાખ માસમાં ગુરુદેવનું શરીર સોજાથી ભારે બની ગયું વૈદ્યના ઉપચારો કર્યા પછી વૈષે આશા છેડી જેથી ડૉકટરી ઉપચારો કર્યા ખાવાનું બંધ જેવું છતાં સ્વાધ્યાય પ્રિયતા જુઓ તો તેવી તેવી. યુવાનને શરમાવે તે પ્રકારે સ્વાધ્યાય પરાયણતા અને હમેશાં ઓછામાં ઓછા એક શ્લોકની રચના તો ખરીને ખરી જ. ધન્ય છે એ સ્વાધ્યાય પરાયણ સરિદેવને!જેમણે કોઈની સાથે વાત ગમે નહિ સૂવાનું ગમે નહિ ખાવાનું છે એટલું બધું સાદુ કે કશો સ્વાદ જ નહિ એ મહાપુરુષ ખાવા છતાં મહાતપસ્વી હતા એવી અવસ્થામાં પણ શાસનના સવાલોની ચિન્તા કરવા પ્રયત્ન કરતા ધન્ય છે શાસનના એ અવિહડ રાગીને! તે પછી ગુરુદેવ ૧ મહિનાની નિરંતર ચોવીસ કલાક સુધી નવકાર મંત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રની આરાધના કરતાં પોતાની સેવામાં રહેલા ચતુર્વિધ સંઘને આરાધનામાં તરબોળ. બનાવી. શ્રાવણ સુર પંચમીની રાત્રિએ સ્વર્ગવાસ પામ્યા.
એ પૂજ્યતમ મહાપુરુષની અસીમ કૃપાથી અમો સમ્ય દર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં દઢ રહી શક્યા છીએ અને દઢ રહેવાશે એ તાતપાદના ચરણ કમળમાં વંદના કરતી.
પૂ.સાધ્વી શ્રીસુત્રતા શ્રીજીની શિષ્યા-સર્વોદયાશ્રીજીની નિશ્રાવત વાચંયમા