Book Title: Karmprakruti Mool
Author(s): Vanchayamashreeji
Publisher: Girdharlal Kevaldas Dalodwala

View full book text
Previous | Next

Page 17
________________ વ્યાખ્યાનની પ્રશંસા કરે છે. ફક્ત અઢી વર્ષનો દીક્ષા પર્યાય છે છતાં વ્યાખ્યાનમાં તો કર્મ સાહિત્ય અને દ્રવ્યાનુયોગના અતિસૂક્ષ્મવિષયો એટલી સુગમતાથી અને સહેલાઈથી સમજાવતાં હતા કે અભ્યાસી જનતા પણ તેમાં તરબોળ બની જતી. આ કેવી અજબ ગજબની વકતૃત્વ શક્તિ! અપાપાને પથે ગુરૂદેવની સાથે મુનિ લબ્ધિવિજયમહારાજ માલવદેશનું પર્યટન કરતાં ઉજૈન, મક્ષીજી, પ્રતાપગઢ, માંડવગઢ વગેરે તીથની યાત્રા કરી સમેતશિખર, ચંપાપુરી, કાકંદી, ભદિલપુરી, સિંહપુરી, ચંદ્રપુરી રાજગિરિ અને પાવાપુરીના પુનિત પંથે પધાર્યા. વડોદરાના સંઘ સાથે સૌએ પૂર્વદેશની પવિત્ર યાત્રા માટે પ્રયાણ શરૂ કર્યાં જ્યાં જુઓ ત્યાં જનતાના ટોળેટોળા ગુરૂદેવના દર્શનાર્થે આવે છે ! કોઈ ગુરૂદેવને જોઈ રહે છે તો કોઈ અભ્યાસમાં લયલીન મુનિ લબ્ધિવિજયમ ને જોઈ રહે છે. નિજાનંદમાં મસ્ત રહેતા સૂરીશ્વર સપરિવાર પાવાપુરી પધાર્યા. પાવાપુરી એટલે પ્રભુની નિર્વાણભૂમિ આ ભૂમિમાં પગ મૂકતાં સૌનાં હૃદયમાં હર્ષ અને શોક ઉત્પન્ન થયાં. પ્રભુની પ્રથમ દેશનાભૂમિ અને અંતિમદેશનાભૂમિ આ છે. પ્રભુનું નિર્વાણ પણ અહીં જ છે. સૌએ જિનમંદિરમાં આત્મોદ્ગાર રજુ કર્યા. મુનિ લબ્ધિવિજયમની કાવ્યશક્તિ અહીં સને જોવા મળી. પ્રભુના દર્શન સમયે જ એક સુંદર સ્તવનની રચના કરી. આનું નામ નૈસર્ગિક શક્તિ, નહિ કોઈ પણ સાધનની જરૂર. બસ જરૂર આત્મભાવની. પછી તો ચંપાપુરી, સિંહપુરી. શિખરજી વગેરે અનેક તીર્થસ્થળોની યાત્રા કરી. ત્યાં લબ્ધિવિજય મહારાજનો-કવિનો આત્મા પિકારી ઉઠયો. દરેક તીર્થસ્થળોના સુંદર સ્તવનો રચે અને મધુરા રાગમાં ગાય. આધુનિક રાગોમાં સ્તવનો રચે અને શાસ્ત્રીય રાગોમાં પણ સ્તવનો રચે. આ સ્તવનો એટલા તો જનપ્રિય બની ગયાં કે ભારતના ખૂણે ખૂણે તેમનો કાવ્યદેહ-જિનભક્તિદેહ ફેલાઈ ગયો. તેથી તે તેમને સહપતિ સાધુઓ કવિ તરીકે જ બોલાવતા.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82