________________
કરતા જ હોય. જિનમંદિરમાં જાય અને પ્રભુ સાથે પોતાની કાવ્યમય ભાષામાં અનેક વાતો કરી આવે. ગામના વૃધ્ધો ગુરૂદેવને કહેવા લાગ્યાં. ગુરૂદેવ ! આપના શિષ્ય મુનિ લબ્ધિવિજય તો કોઈ જુદા જ છે. આપનો વારસો એ સાચવશે અને શાસનના સાચા હીરા થશે. ગુરૂદેવ આ સાંભળી ખૂબ રાજી થતાં અને કહેતાં.” મુનિ લબ્ધિવિજય "शासनकी शान बढाने वाला होगा"
“શિષ્યના હૃદયમાં ગુરૂદેવનું સ્થાન હોય તેમાં કોઈ નવાઈ નથી પણુ ગુરૂના હૃદયમાં શિષ્યનું સ્થાન હોય તેજ ધન્યતમ શિષ્ય છે.”
પ્રથમ વ્યાખ્યાન | ચામાનુગ્રામવિહાર કરતાં વડોદરા પધાર્યા. ગુરૂદેવના પાવન પગલાથી અનેક ભવ્યાત્માઓની મોહની નીંદ ઊડી અને આત્મજાગૃતિ આવી. મુનિ લમ્બિવિજયમ૦ નો અભ્યાસ ખૂબ સુંદર હતો. પ્રકરણે, કર્મગ્રંથ, બૃહતસંગ્રહણી, ક્ષેત્રસમાસ, પંચસંગ્રહ લોકપ્રકાશનું અર્થચિંતન તેઓને ખૂબ ગમતું. ત્યાંથી વિહાર કરી ગુરૂદેવ સાથે ભરૂચમાં પધાર્યા.
ભરૂચમાં પરમશ્રધાળુ સુશ્રાવક અનેપચંદભાઈ ખુબ વિદ્વાન. તેઓએ ગુરૂદેવને વિનંતિ કરી કે આપના શિષ્ય લબ્ધિવિજય મહારાજનું જ્ઞાન ખૂબ જ છે. તેઓની ચર્ચા વિચારણા કરવાની શક્તિથી હું ખબ મુગ્ધ બન્યો છું એટલું જ નહિ પણ મને ઘણું જાણવા મળ્યું છે. તો અમારા શ્રી સંઘને ભાવિશાસનના ધુરાવાહકની મધુરી વાણું સંભળાવવા-વ્યાખ્યાન અપાવવા કૃપા કરો. શ્રી સંઘને વ્યાખ્યાનકાર તરીકે દર્શન કરાવો. ગુરૂદેવ યોગ્ય વિનંતિને સ્વીકાર કરે છે. મુનિ લબ્ધિવિજયમ ને વ્યાખ્યાન પીઠ પર સ્થાપન કરે છે. નૂતનમુનિની દેશનાએ જિનભક્તોના હૈયાં ડોલાવી નાંખ્યા! સૌને થયું આ તે શાસનનો હીરો છે. અનોપચંદભાઈના શબ્દોમાં કહીએ તે બીજના ચંદ્રને જોવા જેમ લોકો આવે તેમ મુનિ લબ્ધિવિજયમ ના વ્યાખ્યાનમાં લોક છે.
હવે ગુરૂદેવ વારંવાર લબ્ધિવિજયમ૦ ને વ્યાખ્યાન પીઠ સેપે છે, પૂજ્યશ્રી પણ શિષ્યને સાંભળે છે અને સૌની આગળ લબ્ધિવિજયમ ના