________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસ્કાર
કર્તવ્યમાં અમે પણ યથાશક્તિ અમારે પાઠ ભજવીશું. અનેક શાસ્ત્રોના અધ્યયનથી જે જ્ઞાન ન થાય, તે જ્ઞાન ખરેખર આપનો બોધ સાંભળવાથી થાય છે અને થશે. સમાજસેવા, દેશસેવા વગેરેનો આપને ઉપદેશ અમે હૃદયમાં ધારણ કર્યો છે, અને તે પ્રમાણે -વતીશું.
“હે સાકાર અવતારી વીર પ્રત્યે ! આપ વડે અમારો ઉદ્ધાર થવાનો છે. આપની કૃપાથી અમારા આત્માની ઉન્નતિ થવાની છે. આ ભવમાં અમે સંપૂર્ણ આત્મશક્તિ મેળવવા શક્તિમાન થઈશું એવી પૂર્ણ શ્રદ્ધા છે. અમે આપ પ્રભુના પ્રેમી આત્માઓ છીએ!” બ્રહ્મચર્ય અને જીવનન્નડતર:
મિત્રોએ પૂછયું : “વીર પ્રભે ! કાયાની શક્તિઓ વિના વચનની, મનની અને આત્માની શક્તિઓ ખીલે કે નહીં તે જણાવશો.
મહાવીર બેલ્યાઃ “શારીરિક સંઘયણબળના પ્રમાણમાં માનસિક, આત્મિક શક્તિઓ ખીલે છે. શારીરિક બળ વિકસાવવા માટે શારીરિક કસરત અને બ્રહ્મચર્ય પાલનની ઘણું જરૂર છે. વીસ વર્ષ પર્યત તે દરેક મનુષ્ય ઓછામાં ઓછું વીર્યરક્ષાપાલનરૂપ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. પુત્રના જઘન્યથી વીસ વર્ષની ઉંમરે લગ્ન થવાં જોઈએ, મધ્યમતઃ પચીસ વર્ષની વયે લગ્ન થવાં જોઈએ અને ઉત્કૃષ્ટતઃ બત્રીસ વર્ષની વયની આસપાસમાં લગ્ન થવાં જોઈએ. જઘન્ય લગ્ન કરતાં મધ્યમ વયનાં લગ્ન વિશેષ શક્તિકારક છે અને મધ્યમ કરતાં ઉત્કૃષ્ટ લગ્ન વિશેષ બળશક્તિકારક છે.
પુત્રીના લગ્ન જઘન્યથી અઢાર વર્ષની વયે, મધ્યમ વીસ વર્ષની અને ઉત્કૃષ્ટ ત્રીસ વર્ષની ઉમરે. થવાં જોઈએ. શરીરમાંથી વિર્યને પાત કંઈપણ પ્રકારે ન થાય એવી રીતે વર્તવું એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. આ “શરીરમાં વીર્યને સ્થિર કરવાને માટે અને કામગના વિકારને દમવા માટે આઠ વર્ષની વયથી દરરોજ કસરત કરવી જોઈએ. આઠ વર્ષથી વીસ-પચીસ વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યાશ્રમમાં વાસ
For Private And Personal Use Only