Book Title: Kalpanik Adhyatma Mahavira Part 1
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 549
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષ૦૮" અધ્યાત્મ મહાવીર કે તેઓનાં જાતિ અને નામ વગેરે નષ્ટ થઈ જશે. આપની સત્તા અર્થાત બ્રહ્માત્મસત્તા વિના કેઈ જીવ્યું નથી, જીવતું નથી અને જીવશે નહિ. આપ મહાચેતન્ય સત્તાએ એક છો અને ભિન્ન ભિન્ન આત્મવ્યક્તિએ અનાદિકાળથી અનેક આત્માઓ છે. શરીરમાં ગયેલી દવા જેમ તેનું કાર્ય બજાવીને શરીરના રોગને ટાળે છે પણ તેને કઈ આંખથી દેખી શકતું નથી, તેમ આપ આપની ભક્તિ કરનારા બ્રાહ્મણાદિ જૈનોની પ્રગતિને એવી રીતે કરે છે કે તેને ભકતો કે જ્ઞાનીઓ દેખવા શિકિતમાન થતા નથી. “આત્માઓ આપની પરમ પરાત્મદશાને અન્તરમાં પ્રકટ કરે છે. આત્મા બ્રાહ્મણ છે. આત્મવીર જ ક્ષત્રિય છે. તે જ વૈશ્ય છે અને તે જ શૂદ્ર છે. આત્મા ગૃહસ્થ અને ત્યાગી છે આત્મા ઋષિ છે. આત્માના મતિજ્ઞાનથી પર શ્રતજ્ઞાન છે. તેથી પર રૂપીવિષયક અવધિજ્ઞાન છે. તેથી પર અનુભવજ્ઞાન છે. તેથી પર સર્વરૂપારૂપ પ્રકાશક કેવળજ્ઞાન છે. આપ ત્રિકાલજ્ઞાની છો. આપ સર્વની વૃત્તિઓને ઉચ્ચ માર્ગ પ્રતિ પ્રેરનારા છે. આપનામાં મનુષ્યને સ્થૂળ બુદ્ધિએ પરસ્પર વિરુદ્ધ લાગે એવા અનંત ગુણપર્યાય ધર્મો રહ્યા છે. છઘસ્થદશાવાળા મનુષ્ય તે પ્રમાણે જાણે છે. આપનો અનુભવ કરનારાઓને આપના ગુણપર્યાય ધર્મોમાં વિરોધ જણાતું નથી. અમને પુદ્ગલપ્રકૃતિથી બનેલાં આપનાં શરીર, વાણી અને મન એટલાં બધાં ઉપકારક પ્રતીત થાય છે કે તેનું કરડે જિહુવાએથી વર્ણન કરી શકાય તેમ નથી. આપના ઔદયિકભાવની નવ રસની ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓથી વિશ્વના ને અત્યંત આનંદ થાય છે, તે પછી આપે અનુભવેલા એવા ઉપામભાવ, ક્ષપશમભાવ, ક્ષાયિકભાવ અને પરિણામિક ભાવમાં જે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554