________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમહામહાવીરસૂક્તિ
૫૧૧ જશે. તેથી કરેડે મનુષ્ય આપના તરફ લયલીનતાવાળા બનશે અને તેઓ પ્રવૃત્તિધર્મની મુખ્યતાએ આન્તરનિવૃત્તિને સાધશે. કૂમ ઋષિના વંશજે આપના ધર્મનો પ્રચાર કરવાનાં કર્મો કરવામાં ભકિત સમજે છે અને સમજશે. ગર્ગ ઋષિના વંશજ બ્રાહ્મણે જેનોને ગર્ભાધાન અને જાતકર્માદિ સંસ્કાર કરાવીને શુકલઋષિની પુરાણપ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરશે. પારાશર ઋષિ અને વશિષ્ઠ ઋષિના વંશ કલિયુગમાં ક્ષાત્રકર્મની મુખ્યતાએ જનધર્મનો સર્વ વિશ્વમાં પ્રચાર કરશે. ગૌતમ ઋષિ અને તેમના વંશજો તથા અગ્નિભૂતિ, વાયુભૂતિ, ઇન્દ્રભૂતિ વગેરે ગણધર મહર્ષિએ આપના સદુપદેશના આગામે અર્થાત. દ્વાદશાંગી રચશે અને તેમાં તત્વજ્ઞાન અને સાધુએના અનેક પ્રકારના આચારોનું વર્ણન તથા તેઓની ધર્મકથાઓ પ્રવર્તાવશે.
કલિયુગમાં કલિયુગના ધર્માનુસાર ત્યાગીઓ પ્રવર્તશે. વેતવસ્ત્રાદિ અને નગ્નાદિ ભેદેવાળા સાધુઓના સંપ્રદાયે પ્રગટશે. વસ કે બાહ્ય ક્રિયાને લગતા ગમે તેવા મંતવ્યભેદ હોવા છતાં તેઓ આપની ભકિતથી આપના સ્વરૂપને પામનારા થશે. કલિયુગમાં આપના પર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ પ્રેમ ધારણ કરનારા અનેક સંપ્રદાયના લોકે, મનુષ્ય વગેરે સર્વમાં આપને અનુભવી આપને સાક્ષાત્કાર કરશે. સર્વત્ર જે જે જીવતી શક્તિઓ છે તે આપની છે, તેથી તેઓની પ્રાપ્તિમાં આપની પ્રાપ્તિ અનુભવનારા કર્મયોગી જેને વિશ્વમાં સર્વત્ર આપની ભક્તિમાં વિન કરનારાઓને શિક્ષા કરી, શિક્ષાદિ કર્મ રૂપ આપની ભક્તિને પામી તરી જશે.
કલિયુગમાં આપને ઓળખવા માટે જે પ્રમાણદિની માથાકૂટમાં પડશે તેમાં આપને પાર પામી શકશે નહિ. આપને પાર પામવા માટે પૂર્ણ પ્રેમના પ્રાકટયની જરૂર છે. આપના પર ધારણ કરેલે એક સત્ય પ્રેમ એ છે કે તે આપની પ્રાપ્તિ સત્વરે કરાવી આપે છે. આપના નામનું સ્મરણ, આપના ચારિત્રનું
For Private And Personal Use Only