________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદો અને વેદ
સંકેપનિષદ
મંદૂક ઋષિઃ “ત્રિશલાતની, સિદ્ધાર્થસુત, યશોદાકાન્ત, વિશ્વદેવ, મહાવીર પ્રભે ! આપે ભારતાદિ સર્વ દેશોના સંઘને અનેક પ્રકારને ઉપદેશ આપે. તેથી પરમાનન્દ પામ્ય છું. આપને પરમ ભકત બન્યો છું. આપ પરબ્રહ્મ પુરુષ છો. આપનાં પુરુષસૂકતોને પાર આવી શકે તેમ નથી. વિશ્વસ્થ સર્વ જીવોના અનેક આકારોને જેઓ આ સ્વરૂપ માની તેઓમાં સ્વમહાવીરત્વ અનુભવે છે તથા આપમાં અનેક આત્માઓ અને જડને સમાવે છે અને અનેકમાં એક આપને સમાવે છે, જે એકમાં અનેક જુએ છે અને અનેકમાં એક જુએ છે તેમ જ અનુભવે છે તે આપરૂપ છે, એમ નિશ્ચય કરું છું.
“સત અને અસતુ પર્યાને જે આ૫ આત્મમહાવીરમાં સમાયેલા તથા સમાશે એમ અનુભવે છે, તે જડ-ચેતનને સર્વ પર્યાથી પૂર્ણ જાણે છે અને પિતાનામાં સર્વ પ્રકારની પૂર્ણતાને અનુભવે છે. જ્ઞાનરૂપી અગ્નિમાં જેઓ સર્વસ્વ હેમ કરે છે તેઓ ક્ષમારૂપ પૃથ્વી બને છે, સમતારૂપ જળ બને છે, શુદ્ધતારૂપ વાયુ અને છે અને નિર્વિકલ્પ શુદ્ધોપગરૂપ આપના આકાશસ્વરૂપને અનુભવે છે. તેઓ દાન, શિયલ, તપ, ભાવરૂપ સ્વસ્તિકને પામે છે, અષ્ટસિદ્ધિરૂપ અષ્ટમંગલને પામે છે, ચતુર્દશ મહાસ્વરૂપ ચૌદ પ્રકારની સંજ્ઞાવાળી આત્મશકિતઓને પામે છે તથા પકાધારરૂપ મહામંત્ર મહાવીરદશાને પામે છે. તેઓ મનુષ્યપિંડમાં
For Private And Personal Use Only