________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધેયાત્રા
૨૪૧
દષ્ટિ વડે પ્રકૃતિરૂપે આપે અમને જણાવીને અન્ય નાની અપેક્ષાએ સમ્યજ્ઞાન આપ્યું છે. આપે પુરુષ અને શરીરાદિ પ્રકૃતિ જડ-એમ બે તને નિશ્ચય કરાવ્યું છે. આપના જ્ઞાનમાં પ્રકૃતિ-પુદ્ગલ-જડ દ્રવ્યના અનંત પર્યાની લીલા શેયરૂપ છે. તે સમયે સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવતાને પામે છે. તેમ સર્વાત્માઓના જ્ઞાનમાં તે પ્રમાણે સમસ્ત જડ-ચેતનસમૂહરૂપ વિશ્વની ય પરિકૃતિને ઉત્પાદ–વ્યય થયા કરે છે, એમ આપે સ્યાદ્વાદ દષ્ટિએ બેધ આપે છે. તેથી અનેક પ્રકારે અનેક નાની અપેક્ષાઓથી મિથ્યાશાસ્ત્રોને સમ્યકત્વજ્ઞાનરૂપે પરિણુમાવવાની શક્તિ અમારામાં પ્રગટી છે. આત્માઓની સાથે અષ્ટ કર્મ, શરીર, વાણી અને મનરૂપ જડ પ્રકૃતિનો અનાદિકાળથી સંગ થયો છે. તેમાં અહંમમત્વ જે થાય છે તેને નાશ તે મેક્ષ તથા પ્રકૃતિનો આત્માથી મહિના અભાવે વિગ તે મુક્તિ—એમ બોધ આપીને, તથા પ્રકૃતિથી ભિન્ન આત્મા એકરૂપે અનુભવ તે અતજ્ઞાન અને તે પછી સર્વ મહાદિ આવરણને નાશ થતાં સર્વ વિશ્વનું સાક્ષાત્ જ્ઞાન થવું તે કેવળજ્ઞાન વગેરે અનેક દૃષ્ટિએ અને દર્શનને બંધ આપીને ભિન્ન ભિન્ન ધર્મશાસ્ત્રો, મતો, દર્શને, વિચારની સાપેક્ષતાએ સમ્યકત્વદષ્ટિ કરવા સમર્થ બન્યા છીએ.
ભિન્ન ભિન્ન નદીઓ, ભિન્ન ભિન્ન આકાર અને જલાદિવાળી હોવા છતાં, સાગરમાં ભળી એક થાય છે, તેમ વિશ્વના સર્વ ધર્મો અને ધર્માચારને પાળનારા મનુષ્ય સર્વ દૃષ્ટિઓની અપેક્ષાએ આપના સ્યાદ્વાદજ્ઞાનરૂપ જૈનધર્મરૂપી સાગરમાં અને ભળીને નામરૂપને ભૂલી, આપના પરબ્રહ્મમય શુદ્ધ સ્વરૂપમાં સમાય છે. માટે અમે આપને એક પરમાત્મા, એક ધર્મના સાગર એવા વિરાટરૂપે દેખીએ છીએ.
આપ અરિહંત મહાવીરને અમે જાપ જપીશું. આપ અનેક નામેથી, રૂપથી વિશ્વમાં પૂજાઓ છે અને પૂજાશે
For Private And Personal Use Only