________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
અધ્યાત્મ મહાવીર
ચમત્કારના નિધાનરૂપ બને છે. તેમને કર્મના વિચારો અને આચારમાં વિશાળ દષ્ટિવાળા સ્વતંત્ર જાણવા.
“મારા ભક્તોના જે વિરોધીઓ, વૈરીઓ, દુશમન બનીને તેમનો વિનાશ કરવા પ્રવૃત્તિ કરે છે, તેની સાથે યુદ્ધાદિક કરનારા સાધુઓ, આચાર્યો, ત્યાગીઓ, ગૃહસ્થો પાપથી લેપાતા નથી; ઊલટા, તેઓ અધર્મ, પાપ, અન્યાય, દુષ્ટતા વગેરેને નાશ કરનારા બને છે. સર્વદેશીય અને સર્વ જાતીય મનુષ્ય તેમ જ પશુઓ અને પંખીઓ વગેરે નિર્ભય, સુખી, સ્વતંત્ર રહે અને કઈ ગુલામ ન બને અને એકબીજાના ઉપર આક્રમણ કે જેરજુલમ ન થાય એવી રીતે જે પ્રવૃત્તિ કરે છે તે મારા ભક્ત કર્મયોગીઓને જેન તરીકે જાણવા.
“મારી કૃપા વડે મનુષ્ય કમગી થાય છે. મારા ભક્તો દેહરૂપ દેવળમાં બેઠેલા આત્મવીરને દેખે છે અને શરીરની જે વિવિધતા છે એ તે કર્મ પ્રકૃતિની માયાથી છે એમ એ આત્મવીરે જુએ છે. પરિણામે તેઓ પર મારા સરખો કે પુત્ર-ત્રી સરખે પ્રેમ ધારણ કરે છે. એવા આત્માઓ કર્મ વડે રચાયેલાં શરીર વડે. સ્વ–પરનું શ્રેય કરે છે. જે સંસારસ્થ આત્માઓના પ્રેમીઓ બને છે અને જે આત્માઓમાં દોષ દેખતાં તે કર્મજન્ય છે એમ માને છે તે આત્માઓની સાથે આત્મભાવે નિર્દોષ પ્રેમથી રમે છે અને તેમને સહાય કરવામાં આત્મભેગી, પ્રામાણિક અને સત્યવાદી બને છે.
જ્ઞાની કમગીઓ ઔપચારિક તથા તાત્ત્વિક એમ અનેક પ્રકારે આત્માનું સ્વરૂપ જાણે છે. તેઓ ઔપચારિક તથા તાત્વિક કતૃત્વને મારામાં સમન્વય કરે છે. જ્ઞાનગીઓ આત્માઓને. અને કર્મપ્રકૃતિઓને અનાદિકાળને સંબંધ જાણે છે અને તેમાં અનાદિકાળથી નિમિત્તકારણરૂપ આત્માઓને કર્મના કર્તા તરીકે એ ઉપાદાનકારણરૂપ કર્મ પરિણતિઓને કર્મના કર્તા તરીકે
For Private And Personal Use Only