________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર આપનું શરણ અંગીકાર કરીએ છીએ. આપનું શરણ અંગીકાર કર્યા બાદ આપની ભક્તિના પ્રતાપે મનુષ્યનું જે કંઈ થાય છે તે સારા માટે થાય છે અને તેઓ કદી વિનાશ પામતા નથી.
હે મહાવીર પ્રભો ! સર્વ ઈશ્વરી અવતારમાં આપ અનંતજ્ઞાનાદિ પર્યાયરૂપ હોવાથી મહાન છે. પૃથ્વી, તારાઓ, ગ્રહ, નક્ષત્ર, ચન્દ્ર, સૂર્યાદિ ગેલકે, સાગરે, નદીઓ સર્વે આપના શરણે આવેલાં છે. વેદની સર્વ કૃતિઓ આપના હૃદયમાં પ્રવેશી આપના શરણે આવી છે. આથી વિશ્વોદ્ધાર થવાને છે. આપના નામને જે જાપ કરશે તે કાળથી (મરણથી) છેતરાશે નહીં, તે સ્વયં અકાલ–મહાદેવ થશે. આપના શરણે આવીને જેઓ આપને હૃદયમાં સ્થાપન કરશે તે પોતાની ઈચ્છા પ્રમાણે સર્વ ઋદ્ધિસિદ્ધિઓને પામશે. હવે આપની ત્યાગાવસ્થામાં આપનાં દર્શન કરીશું. આપની કૃપા ઈચ્છીએ છીએ. અમારા હૃદયમાં આપ સદા રહે.” પૃથ્વીપરિક્રમણને વૃતાન્ત:
- સિદ્ધાર્થે કહ્યું : “વર્ધમાન મહાવીર ! તમે અને તમારા મિત્રો ચાર વર્ષે ઘેર આવ્યા. તેથી આજ ક્ષત્રિયકુંડ નગરમાં અને આપણા રાજ્યમાં આનંદોત્સવ કરવાનો હુકમ આપી દીધો છે.
“તમારી યાત્રા નિર્વિદન સમાપ્ત થઈ તેથી રાજ્યમાં, દેશમાં, સમાજમાં, કુટુંબમાં આનંદત્સવ વર્તાઈ રહ્યો છે. તમે પૃથ્વી પરિક્રમણ કર્યું, તેનું સંક્ષેપમાં વર્ણન કરી બતાવશે.”
મિત્રોએ કહ્યું : “નૃપપુંગવ મહારાજ સિદ્ધાર્થ ! આપને આશીર્વાદ લઈ અમોએ ગંગા નદીને પ્રદેશ દેખે. ગંગાનદી ઊતરતાં પ્રભુ વિરે મહાસર્પ અને અજગરને વશ કર્યા, ગોવાળને વાંસળી વગાડી સુરતયોગમાં મૂચ્છિત કરી દીધા અને પિતાના પ્રભુ-અવતારનાં તથા અસંખ્ય ગલકાનાં દર્શન કરાવ્યાં. તે જ રીતે ગાયને પણ વાંસળીને અનહદ નાદ–સ્વરથી વિરમય કરી દીધી.
For Private And Personal Use Only