________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
-હસ્તામલકની પેઠે અવલોકી શકાય છે, તે જ્ઞાન વડે આપ સર્વરૂપી પદાર્થોને દેખી શકે છે. આપ અનંત શક્તિઓને ધાણ કરી રહ્યા છે તેને અમને અનુભવ થાય છે. મેરુપર્વત પર જ્યારે ઈન્દ્રોએ આપને સ્નાત્રાભિષેક કર્યો, તે વખતે ઈન્દ્રના મનમાં સંશય થિ કે લઇ વીર જલકલશોના અભિષેકને શી રીતે સહન કરશે ? આપ પ્રભુએ અવધિજ્ઞાનથી ઈન્દ્રનો સંશય જાણ્ય, અને જમણા પગના અંગૂઠાથી મેરુપર્વતને સ્પર્યો. તેથી મેરુપર્વત કંપાયમાન થયે, અને સાગરે મુખ્ય થયા. ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપગ મૂક્યો તે આપની શક્તિ જાણું, અને આપને ખમાવ્યા.
“આપણા દેશમાં સર્વત્ર આપના ચમત્કારને આબાલવૃદ્ધ જાણે છે. આપે આમલકી કીડામાં રમવા આવેલા મિથ્યાદષ્ટિ દેવતાને - હરાવ્યો હતો. તે દેવતા સર્પ બનીને વૃક્ષની ચારે બાજુ વીટળાઈ વજો. હતો. આપે તેની પૂંછડી ઝાલી તેને દૂર ફેંકી દીધો હતો. તે બનાવને તે અમોએ પ્રત્યક્ષ અવલેક્યો છે.
આપની મહાવીર જેવી શક્તિ જોઈને ઈન્ડે આપને “મહાવીર નામ આપ્યું છે. ત્યારથી તમે “મહાવીર' નામથી પ્રસિદ્ધ થયા છે. આપની આજ્ઞામાં ત્રણભુવનવતી સર્વ દેવીઓ, દેવો અને ઈન્દ્રો છે. આપની આજ્ઞા પ્રમાણે વિશ્વ પ્રવર્તે છે. આપનો મહિમા અપરંપાર છે, તે અમારા જાણવામાં આવ્યું છે.
“ઉત્તર દેશોના મહર્ષિઓ, પૂર્વ દેશોના મહર્ષિએ, પશ્ચિમ દેશોના મહર્ષિએ અને દક્ષિણ દેશોના જ્ઞાનીઓ, આપ ઉત્પન્ન થયા છે ત્યારથી આપનાં દર્શન કરવાને આવે છે અને આપને અનેક પ્રશ્નો કરી અને તેના ઉત્તર મેળવી અત્યંત હર્ષ પામે છે. તમારા મિત્રોમાં ઘણું તો અનેક દેશોના રાજાઓના પુત્ર છે, બ્રાહ્મણના તથા ક્ષત્રિયેના પુત્ર છે તથા અનેક વણિકપુત્ર છે. અમે પૂર્વ ભવમાં આપના રાગી હતા. તેથી આપની ભક્તિના પ્રતાપે આ ભવમાં પણ આપના મિત્ર બન્યા છીએ. વિશ્વોદ્ધારના આપના
For Private And Personal Use Only