________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
અધ્યાત્મ મહાવીર
સંતોષ આપ. મન, વાણી અને કાયાથી તેમની સાથે પ્રેમપૂર્વક વિનયભાવે વર્તવું. પ્રભુપ્રતિમાનાં વિનયભાવે દર્શન કરવાં. રાજાને વિનય કરે. શિક્ષકોને પ્રેમપૂર્વક વિનય કરે અને તેમની સેવા યથાશક્તિ કરવી. મનુષ્યમાત્રને બે હાથ જોડી નમન કરવું અને તેમના આત્માને પિતાના આત્મા જેવા માનવા. દેવે અને દેવીઓને વિનય સાચવે.
બ્રાહ્મણને,જ્ઞાનીઓને, મહાત્માઓને, મુનિએન, ત્યાગીએને, દેશાદિના રક્ષક ક્ષત્રિને, વ્યાપારીઓનો, વૈશ્યને અને શદ્રોને વિનય કરો. તેમને દરેકની સ્થિતિ અને લાયકાત પ્રમાણે ઘટતું માન આપવું અને સત્કાર કરે. અન્યાત્માઓને વિનય કરવાથી પિતાના આત્મામાં અનેક સગુણે ખીલી નીકળે છે. બહેનો અને સ્ત્રીઓને વિનય કરવો. તેઓની ઉન્નતિના કાર્યમાં યથાશક્તિ ભાગ લે.
પશુઓના અને પંખીઓના તથા વનસ્પતિ વગેરેના આત્માઓના ભલામાં ભાગ લેવો. એ પણ વિનય છે. વિનય એ આત્માની પ્રેમલાગણીનું સ્થળ રૂપ છે. પ્રિયાત્મ બાળકો ! વિનયનું આચરણ એ જ તમારી સર્વની ઉન્નતિનો મહામંત્ર છે. તેને સિદ્ધ કરો.
“આપણે જે બીજાને આપીએ છીએ તે પાછું હજારગણું, લાખગણું, કરોડગણું, અસંખ્યગણું અને અનંતગણું થઈને પિતાના આત્માને મળે છે–તે સત્ય સિદ્ધાંતની શ્રદ્ધા ધારણ કરીને, અન્ય શ્રેષ્ઠ આત્માઓને વિનય કરેલ હોય તે તે હજાર વગેરે ગુણમાં ભેગા થઈને પિતાના આત્માને માન, પૂજા, સત્કાર આદિ ફળ આપે છે. પ્રિયાત્મ બાળકે અને બાલિકાઓ ! તમારો વિનયનો વિચારમાત્ર પણ નકામે જવાનું નથી. ગુણો જેનામાં હોય એવા ગુણીઓને વિનય કરે.
પંચપરમેષ્ઠીઓને વિનય કરવાથી તીર્થકરને અવતાર
For Private And Personal Use Only