________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
અધ્યાત્મ મહાવીર
ધારવું નહીં. પવિત્રતા જાળવવી, સત્ય બોલવું. ભરતરાજાના સમયથી ચાલતી આવેલી નીતિઓને અભ્યાસ કરે. પરસ્ત્રીસંગી કામી પુરુષોને તથા ચેરેને શિક્ષા કરવી. સિંહાદિ હિંસ્ત્ર પશુઓનો ઉપદ્રવ ટાળવો. પિતાના દેશને વ્યાપાર વધે તથા દેશમાં દુકાલ પડે તેપણ મનુષ્ય અને પશુઓ વગેરેનું રક્ષણ થાય એવા ચાંપતા ઉપાયે લેવા.
“સાધુઓને બેધ શ્રવણ કરે અને તેઓની સેવા કરવી. જૈિનધર્મનાં તત્ત્વોને વિશ્વમાં સર્વત્ર પ્રચાર કરવા ત્યાગીઓને તેમ જ ગૃહસ્થ ગુરુઓને પૂર્ણ સહાય આપવી. ક્રોધ, માન, માયા, લેભની વૃત્તિઓને અન્યાય અને અધર્મના માર્ગમાં જતી અટકાવવી. ગુપ્તચરો મારફત ગુપ્ત કારસ્થાને જાણી લેવાં. સર્વ જાતના મનુષ્યોના ભલા માટે નામ, રૂપ, કીતિ, મેહ અને મમતાને ત્યાગ કરે. ધર્મગુરુઓની શિક્ષા સાંભળવી.
દેશ, કોમ, સમાજ, સંઘમાં સત્ય એવી સ્વતંત્રતા પ્રચારવી. પોતાના દેશ કે રાજ્યના મનુષ્યનાં સર્વ પ્રકારનાં સંકટ ટાળવાં, અને તેમના સુખ માટે સર્વ પ્રકારની વ્યવસ્થા કરવી. સર્વ કર્તા વ્યકાર્યો કરવામાં, આત્મસાક્ષીએ, નિલેપ રહેવું. ચતુવિધ જૈન સંઘની સલાહ લઈ ધર્મકાર્યો કરવાં, અને સંઘબળથી કલિયુગમાં જૈન રાજાઓ વગેરેને સર્વત્ર વિજય છે એવું શિક્ષણ પ્રસરાવવું.
“રાજાઓએ કદી અહંકારના વશમાં ન થવું અને કદી પક્ષપાત પણ ન કરે. રાજાઓએ જૈનધર્મ અને જેનો માટે સર્વ પ્રકારને આત્મભેગ આપ. રાજાઓએ અને રાજપુત્રોએ રાજ્યની કેળવણી લેવી અને વેશ્યાઓ વગેરેના કુસંગમાં, પ્રાણ જાય તોપણ, પડવું નહીં. રાજાઓએ મહાજનને માન આપવું અને તેની સલાહથી રાજ્ય ચલાવવું. રાજાએાએ ચારે વર્ણના
For Private And Personal Use Only