________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અધ્યાત્મ મહાવીર
મહર્ષિએ ! તમે અન્તરાત્મરૂપ વીરસ્વરૂપને પામેલા છે અને પરમાત્મારૂપ મહાવીરત્વને, મારા ધ્યાનમાં રહી, પામશેઅન્તરાત્માએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ગનાં આઠે અંગેનું તથા સહજ રાજગનું, લયયોગનું, ઉપાસનાયેગનું આરાધન કરે છે. તેમને રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ અને રૂપાતીત એવું જે ચાર પ્રકારનું ધ્યાન બતાવ્યું છે તેનું તેઓ ક્રમશઃ આરાધના કરે છે.” (૩) પરમાત્માનું સ્વરૂપ:
“મનુષ્ય મારા શુદ્ધાત્મરૂપમાં શુદ્ધ પ્રેમી બની છેવટે પકવ જ્ઞાન–અનુભવ જ્ઞાન પામે છે. ત્યાર બાદ સમાધિની પેલી પાર રહેલી મને ગુણિરૂપ સમાધિ અને ત્યાર બાદ સર્વવિશ્વને સમકાલે પ્રકાશનાર એવું કેવલજ્ઞાન પામે છે. પશ્ચાત્ તેઓ પરમાત્મારૂપ મહાવીર બને છે, એટલે તેઓ પરિપૂર્ણ મારા પદને પામ્યા એમ જાણવું. પરમાત્મપદ પામ્યા બાદ આયુષ્યમર્યાદા સુધી દેહ ટકે છે. પશ્ચાત્ દેહના વિયોગે પરમાત્મા, મહાવીર, પરિપૂર્ણ, સ્વતંત્ર બને છે. તે ચોરાસી લાખ જીવન તેમ જ જન્મ, જરા અને મરણના બંધનથી મુક્ત બને છે. સર્વજ્ઞ પરમાત્મારૂપ મહાવીર બનવું એ જ મહાનિર્વાણપદ–મોક્ષપદ જાણવું.
“મહર્ષિએ ! મારા આપેલા ઉપદેશનું મનન કરે. આત્મસ્વરૂપ વીરમાં સર્વ અનંત શક્તિઓ જાણી તે પ્રાપ્ત કરે. .
“હે ઋષિઓ! હું વીર પરમાત્મા એક છું. તમારા હૃદયમાં. બાહ્ય સંકલ્પ-વિકલ્પ પ્રગટવા ન દે. એક કલાક, બે કલાક, એમ કલાકના કલાકે પર્યન્ત મનમાં કોઈ જાતને વિચાર ન આવવા દેવાનો મને ગુપ્તિનો અભ્યાસ સિદ્ધ કરો. પશ્ચાત મારું વ્યાપક ભાવે ધ્યાન ધરે, એટલે તમારા મનમાં દેશ, કેમ, રાજ્ય, સંઘ, વ્યષ્ટિ, સમષ્ટિ અંગેના જે જે વિચારો પ્રગટશે તે મારા
For Private And Personal Use Only