________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
અધ્યાત્મ મહાવીર
પાખંડીપણું કરતા હોય, તેઓ તમને ન વંચે તે માટે જાગ્રત રહે. તેના પર પણ ઉપકાર કરે તથા પૂર્ણ પ્રેમ ધારણ કરીને તેમને મારા વિચારોના ઉપાસક, શ્રાવક, ભક્તો કરે; પરંતુ તેમ છતાં જો તેમાં તમારે નાશ કરવા ધારે, તો તમે ધમ્ય યુદ્ધાદિ સર્વ કલાઓ વડે તેઓને ક્ષેત્રકાલાનુસાર દબા, હઠાવે અને રોગ્ય શિક્ષા કરો. કલિયુગમાં વ્યક્તિબલ અને સંઘબલ વડે ચારે વર્ણના જૈનોના સામે જે પડનારા હોય તેઓનો પ્રતિકાર કરશે.
“મારા અનુયાયી ગૃહસ્થ ભક્તો, કે જે દેશકાલાનુસાર સર્વ શક્તિઓને સંપાદન કરે છે અને મારાં નામરૂપ કે જ્ઞાનભક્તિને પ્રાણને ત્યાગ કરતા નથી તેઓ શારીરિક, માનસિક અને છેવટે આત્મિક સુખને પ્રાપ્ત કરે છે. મારા ભક્તોની ભક્તિના વશમાં હું છું. જેઓ મારા પર પ્રેમ રાખે છે અને આસ્તિક બને છે તે મારા ભક્ત છે. હું કર્તા છું, અકર્તા છું, ભેગી છું, સાકાર છું, નિરાકાર છું, અભેગી છું, અગી છું, એગી છું, અતિરૂપ છું, જડદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિરૂપે છું. હું વ્યષ્ટિ અને સમષ્ટિરૂપ છું, ગુણ-પર્યાયરૂપ છું. સર્વ વિશ્વ મારા જ્ઞાનમાં એક સમયે ઉત્પાદવ્યયને પામે છે. હું દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ છું, પરમાનન્દમય છું, અદ્વૈતરૂપ છું. સત્ય અને અસત્ એ બે મારું રૂપ છે. અનેક દષ્ટિએ મને જે જાણે છે તે મારો ભક્ત છે. હું મારા સત્પર્યા અને અસત્પર્યા રૂપ વીર છું–મહાવીર છું.
જે મનુષ્ય મારા જ્ઞાનને વા મારી શુદ્ધ ભક્તિને એક ક્ષણમાત્ર પણ પામે છે, તેઓને હું ઉદ્ધાર કરું છું. ર્તારૂપ હું છું, કમરૂપ હું છું, કરણરૂપ હું છું, સંપ્રદાનરૂપ હું છું, અપાદાનરૂપ હું છું અને અધિકરણ–આધારરૂપ પણ હું જ છું. જે પિતાના આત્મામાં ષકારકનો અનુભવ કરે છે, અને ઉપાદાન નિમિત્તરૂપે ષકારકને બાહ્ય-અત્યંતર વિરરૂપ જાણે છે તે મને પ્રાપ્ત કરે છે. મારા ભક્ત કલિયુગમાં ગમે તે એગ પ્રાપ્ત કરીને
For Private And Personal Use Only