________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
૫૧.
પ્રાપ્ત કરી શકાય છે. જે આત્માઓને પ્રિય, પૂજ્ય માનીને સેવવામાં આવે છે તેમના જેવા ગુણે પિતાના આત્મામાં પ્રગટે છે. વિનયથી વિદ્યા, વિવેક, વૈરાગ્ય, ત્યાગ અને શુદ્ધ પ્રેમ વગેરે ગુણેની પ્રાપ્તિ થાય છે. ગુરુનો વિનય કરવાથી વિનયનું હૃદય એકદમ શુદ્ધ થાય છે અને તેથી ગુરુની આપેલી વિદ્યાઓનો હૃદયમાં પ્રકાશ થાય છે. જેઓ ગુરુઓ વગેરેને વિનય કરે છે તેઓ પિતાના આત્માને પૂજ્ય કરે છે. બેલવામાં વિનય રાખે, કાર્ય કરવામાં વિનય રાખો, સ્વ-ભામાં વિનય રાખો. ઘરમાં, ગામમાં, કાર્ય વગેરેમાં વિનયથી વર્તો. તમારા ઉપરીઓની સાથે વિનય રાખે. તેમનાં હૃદયમાં તમે પસી જાઓ અને તે તમારી આંખે દેખે અને તમારા હૃદયમાં મહાલે એવા બનો.
“વિશ્વમાં સદ્દગુણ મનુષ્ય મોટા છે. જાતિમદ, લક્ષ્મીમદ, તપમદ, વિદ્યામદ, રૂપમદ વગેરેથી આત્મા અનેક ગુણોને પ્રકાશ કરી શકતો નથી. માટે સર્વજાતના અહંકારનો ત્યાગ કરો. સર્વ વિશ્વમાં સર્વાત્માઓ એકસરખા છે; વસ્તુતઃ કોઈ નાનો નથી, તેમ કઈ માટે નથી. અન્યને વિનય કરે એ પોતાના શરીરમાં રહેલા આત્માને વિનય કરવા જેવો છે એમ સમજી, ભેદભાવને ત્યાગ કરી સર્વ મનુષ્યના ભલામાં ભાગ લેવારૂપ વિનયને સે. સર્વ જીવોની સાથે પ્રેમથી પ્રિયતા મેળવવી એ પણ વિનય છે. સર્વ જીવોને પૂજ્ય દષ્ટિથી દેખી, તેમના ગુણે લેવા એ વિનય છે. અન્ય મનુષ્ય પોતાના આત્મા પ્રતિ આકર્ષાય અને આપણે અન્યાત્માઓ સાથે અભેદભાવે પ્રેમપૂર્વક વતીએ એ વિનય છે.
વિનયના અનેક ભેદે છે. સર્વ જીવો સત્તાની અપેક્ષાએ પરમાત્મા છે, માટે સર્વ જીવોની સાથે આત્મવત્ વર્તવું એ વ્યાપક વિનય છે. સાકાર પરમાત્મા તીર્થકરને પિતાનું સર્વ અર્પણ કરવું અને જે કરવું તે તેમની આજ્ઞા પ્રમાણે કરવું, તેમની આજ્ઞાને પિતાને આત્મા માની વર્તવું, તે પ્રભુ-વિનય કહેવાય છે. સાકાર
For Private And Personal Use Only