________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
ce
-પંદરમી વર્ષગાંઠે લાગણીઓને છત અને મનને કબજામાં કરો.
તમારું અશુભ મન તે નરક છે, તમારું શુભ મન તે સ્વર્ગ છે અને તમારા આત્માના તાબામાં રહેલું મન તે મેક્ષ છે. તમારા મનમાં શુભ વિચારે ભરી દો અને મનમાં પ્રવેશ કરતા અશુભ વિચારોનો ત્યાગ કરો. તમારા વ્યાવહારિક તથા ધાર્મિક કર્મ દેશ, ક્ષેત્ર, કાલ, ભાવનું જ્ઞાન કરીને કરો. ઉત્સર્ગ અને અપવાદથી ઉત્સર્ગધર્મમાં તથા આપદ્ધર્મમાં પ્રવર્તે. તમારા માટે મેક્ષનાં દ્વાર ઉઘાડાં છે. તમે તમારા શુદ્ધ પ્રેમસ્વરૂપ સ્વભાવને શુદ્ધ કરે, સર્વ પ્રકારની ઉન્નતિમાં આગળ વધો. વિપત્તિકાળમાં દેશાદિના રક્ષણ માટે આપધર્મરૂપ કર્મો કરે અને આત્મશુદ્ધિ કરી મારું પરમપદ પ્રાપ્ત કરે.
“માતાઓ! તમે તમારા બાળકોને બળવાન બને અને દુષ્ટ અધમીએથી હારી ન જાય એવા સર્વગુણસંપન્ન બનાવે. અનેક પ્રકારની વિપત્તિઓ, દુઃખે, તાપ, ટાઢ વગેરેને સહન કરે એવી રીતે તમારા બાળકને કેળવો. તમારાં બાળકોમાં એક્યપ્રેમ-દયા–ભાવનાનો રસ રેડતા રહેશો. તમારાં બાળકના ગર્ભમાંથી તમે ગુરુઓ છે. તમારા સુવિચારો અને સદાચારોની અસર તમારાં બાળકો પર અવશ્ય થાય છે. માટે તમે સુવિચારો અને સદાચારોથી તમારા મનને ભરી દો. તમારા બાળકને સવિચારોનો બોધ આપ જોઈએ. માતાની આજ્ઞા પ્રમાણે ચાલીને બાળકે મહાન અને ધાર્મિક બને તે માટે તમે સર્વ પ્રકારની કેળવણયુક્ત બનો. તમારા બાળકોને મિથ્યા વહેમના અને ગુલામ બને એવા વિચારનું શિક્ષણ ન આપો.
“સ્ત્રીવર્ગ જેટલે ઉચ્ચ હોય છે, તેટલો સમાજ ઉચ્ચ હોય છે. મારા પર પ્રેમભક્તિ અને વિશ્વાસ ધારણ કરનાર સર્વ દેશોની સ્ત્રીઓએ બાળક અને બાલિકાઓને યોગ્ય ઉંમરે પરણાવવાં, પરંતુ પ્રાણુતે પણ તેઓનાં બાળલગ્ન કરવાં નહીં. સ્ત્રીવર્ગે બુદ્ધિ કરતાં
For Private And Personal Use Only