________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
અધ્યાત્મ મહાવીર યોગી બને છે. જેના જેના યોગ અધૂરા હોય છે તેઓ વિશ્વ-- શાળામાં લગ્નાદિ યજ્ઞો દ્વારા પવિત્ર થઈને પશ્ચાત્ યેગી બને છે. ભેગ દ્વારા ગ શીખવા માટે મનોવૃત્તિઓને લગ્નયજ્ઞમાં હોમવાથી. વૈરાગ્યાદિ ગુણ પ્રાપ્ત કરી શકાય છે. લગ્નયજ્ઞમાં પ્રવેશ કરવાને માટે સહુ કોઈની ઇચ્છા થાય છે, પરંતુ દીપકમાં પતંગની પેઠે હેમાઈ જતાં અને સ્વાર્પણ કરનાર કર્મચાગી પુરુષ અને સ્ત્રીએ જ તેને માટે લાયક ઠરે છે.
શરીરમાં સુખબુદ્ધિ ધારણ કરનારા મનુષ્યદેહલગ્નના ભેગીઓ એ અજ્ઞાની બહિરાત્માએ ગણાય છે. તેઓ સમાજ, દેશ, સંઘ, રાજ્ય, ધર્મને સ્વાગે હાનિ કરનારા ગણાય છે. આત્મામાં સુખને નિશ્ચય કરનારાં છતાં જેઓ પ્રારબ્ધયોગે દેહલગ્નની સાથે પ્રેમલગ્ન વડે પાત્ર બનેલાં હોય છે, તેઓ બાહ્ય ભેગે ભોગવા છતાં અંતરથી અનાસક્ત હોવાથી અંતરાત્માઓ બની મારા ભક્ત બને છે; તેઓ બન્ધમાં અબંધપણે તથા મેહમાં નિર્મોહપણે વર્તે છે. તેઓ પ્રજોત્પત્તિ માટે લગ્ન સ્વીકારે છે.
“જેઓ મારા તરફ પ્રેમ ધારણ કરીને પરસ્પરના આત્મા-- એમાં તથા સર્વ વિશ્વમાં મને દેખે છે તેઓના હૃદયમાં દયેયરૂપે અને યરૂપે હું વીર જાગ્રતરૂપે હોવાથી તેઓ મારા પ્રકાશમાં. આગળ વધે છે. તેઓની સર્વ પ્રવૃત્તિઓ અને વિચારે છેવટે મારી પ્રાપ્તિ માટે પરિણામ પામે છે. જેઓ લગ્ન કરે છે પરંતુ મારા તરફ લક્ષ રાખતાં નથી, મારું સ્મરણ કરતાં નથી, પરબ્રહારૂપ સાકાર ભગવાન તરીકે માનીને મારી તરફ દૃષ્ટિ દેતાં નથી, તેઓ પરસ્પરના પ્રેમને, ચિતન્યને, બ્રાને દેખી શકતાં નથી. તેથી તેમના હદયનાં–ચક્ષુનાં આવરણ ટળતાં નથી. તેઓ રજોગુણ, તમે ગુણ માયાના અંધકારમાં પડે છે અને ત્યાં પરિભ્રમણ કર્યા કરે છે.
આત્મરૂપ વીર વિના વિષચમાં પણ સુખનું ભાન થતું નથી. જેને. ભાન થાય છે તે વીર યાને આત્મા છે. જડ વસ્તુઓમાં સુખ યાને વીર
For Private And Personal Use Only