________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસંસ્કાર
ન થવું જોઈએ. એકબીજાની સેવા કરવામાં કદાપિ પ્રમાદ ન. કરે જોઈએ. સ્ત્રીઓ અને પુરુષે ભોગમાં જ લગ્નની સમાપ્તિ ન માનવી જોઈએ. સ્ત્રીઓ અને પતિએ મેહની લલચામણુઓથી. પરસ્પરના આત્માની સત્ય વાર્તાઓ ન છપાવવી જોઈએ તેમ જ કદાપિ અસત્ય ન બોલવું જોઈએ. વધુએ અને પતિએ ગમે તેવી. સ્થિતિમાં મારી—વીરની ભક્તિ ન ભૂલવી જોઈએ. ધારેલા દેહે નાશવંત છે, બાહ્ય વિભૂતિઓ નાશવંત છે–એવું જાણીને, મારું સ્મરણ કરી આત્મગુણો ખીલવવા પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી ઝૂંપડીમાં વસતાં હોય તે પણ તેઓ જ્ઞાની–ભક્ત બની શકે.
સર્વ જીવોને હું સ્મરણાગે તથા મારા પ્રેમગે તેઓનાં હૃદયમાં ગુણોને, શક્તિઓનો પ્રકાશ કરનાર તરીકે બનું છું. તેથી હું વિશ્વના સર્વ જીવોના સુખાદિ ગુણના કર્તા અને કર્મના. હર્તા તરીકે ગણાઉં છું. જેઓ પતિ અને પત્નીના લગ્નસંબંધમાં ગુણેને પ્રગટાવતા નથી તેઓને વિશ્વશાળામાં અવતારરૂપે અન્ય વર્ગોમાં ફરવું પડે છે, અને ગુણથી પાસ થઈને આગળ ચઢવું પડે છે. ગુણસ્થાનમાં પ્રવેશ્યા વિના મિથ્યાત્વ, મહાદિ દુષ્ટ શત્રુઓના પંજામાંથી કઈ છૂટી શકતું નથી. મહાદિ શત્રુઓને જીતવામાં આત્મવીર્યને પ્રગટાવનારા મનુષ્યો જેનો તરીકે પ્રખ્યાતિ મેળવે છે. એવા જૈન બનેલા સર્વ દેશના આર્યો— મનુષ્ય પ્રેમલગ્ન અને આત્મલગ્નના પગથિયે પગ મૂકવાને સમર્થ થાય છે. જેઓ કુટુંબમાં સર્વનું શ્રેય કરી શકે છે અને આત્મભાવથી વતી શકે છે તેઓ ધર્મે લગ્નને નિર્વહી શકે છે. લગ્નમાં સુખ છે એવું માનનારા ચૈતન્યપૂજક જડ ભેગમાં સુખબુદ્ધિ, ધારણ કરી શકતા નથી.
કામાદિ વાસનાઓ કંઈ એકદમ નાશ પામતી નથી, પરંતુ ધમ્ય લગ્ન-યજ્ઞ–તપ વડે અનેક દુખે સહવાથી, વૈરાગ્ય પ્રાપ્ત થતાં તેમને નાશ થાય છે. પૂર્વભવના સંસ્કારી છે, મહાત્માએ
For Private And Personal Use Only