________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
અધ્યાત્મ મહાવીર
દેહલગ્ન વડે કામગની પ્રવૃત્તિ સેવ્યા વિના બ્રહ્મચર્યપાલનમાં સદા ઉપયોગી રહે છે. જેઓએ લગ્નને સ્વીકાર કર્યો છે એવાં સ્ત્રીપુરુષએ ઘરમાં અતિથિની પેઠે વાસ કરે અને પિતાનાં સંતાનોને સર્વ પ્રકારનું આદર્શ શિક્ષણ આપવું.
સ્ત્રીઓએ અને પુરુષોએ કરેલા વિચારોની અસર ખરેખર સંતાન પર થાય છે. માતાના અને પિતાના શુભ વિચારોની અને શુભ આચારની તથા અશુભ વિચારોની અને અશુભ આચારોની અસર ગર્ભ ઉપર થાય છે. તેથી ગર્ભમાં રહેલ આત્મા પણ તદનુસાર બને છે. ગર્ભમાં રહેલા આત્માઓ પર શુભાશુભ વિચાર અને આચારોની અસર જેટલી થાય છે તેટલી બીજા કોઈથી થતી નથી. માતાના શુભાશુભ વિચારનાં બીજ તેણીના રજમાં ઊતરે છે અને પિતાના વિચારોનાં બીજ પિતાના વીર્યમાં વાસ કરીને રહે છે. તેથી રજ અને વીર્યના સંબંધથી ઉત્પન્ન થનાર આત્મામાં તેવા પ્રકારના વિચારો અને આચારોના સંસ્કારોની અસર થાય છે અને તે તે બની જાય છે. માટે માતા અને પિતાએ પોતાના વિચારો અને આચાર સુધારવા જોઈએ, કે જેથી પુત્રને સારી અસર કરી શકાય.
“માતાના અને પિતાના હાથમાં સર્વ શક્તિઓ મૂકવામાં - આવી છે. તેઓ ધારે તેવું પિતાનું સંતાન બનાવવામાં નિમિત્તકારણ બની શકે. માતાના અને પિતાના વિચાર અને આચારમાં જેટલી ખામી તેટલી ગર્ભમાં ઉત્પન્ન થનાર આત્મામાં ખામી રહે છે. - માતા અને પિતા બનનાર વધુ અને વરે માતાપિતા બનતાં પૂર્વે મન, વાણી અને કાયાની શક્તિઓને પરિપૂર્ણ વિકસાવવી જોઈએ અને ગર્ભાધાનાદિ પ્રસંગપૂર્વે અને તે કાળે તે શુભ, સત્ય, ધર્મે વિચારે અને આચારોથી પરિપૂર્ણ શુદ્ધ બનવું જોઈએ. માતા અને પિતા બનનાર વધુ અને વર જેવા વિચારવાળા હોય છે, તેવા જ મેટા ભાગે તેઓને ત્યાં અવતાર લઈ શકે છે. માતાનું અને પિતાનું જાણે પ્રતિબિંબ હોય એવાં તેઓનાં સંતાને થાય છે.
For Private And Personal Use Only