________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અધ્યાત્મ મહાવીર
પરમાર્થ–આત્મામાં હેમ કરે છે. કર્મ યાને પ્રકૃતિ સંબંધમાં રહેનાર આત્માઓ સ્ત્રીઓ અને પુરુષ બનીને એકબીજાની સાથે ધર્મલગ્ન તરીકે જોડાય છે. પતિ અને પત્નીએ ગૃહાવાસરૂપ યજ્ઞની વેદિકા પર કામરૂપ પશુનો હોમ કરવો જોઈએ. પતિએ અને પત્નીએ પરસ્પર સંપીને ગૃહાવાસ ચલાવે જોઈએ અને વ્યભિચારી પ્રેમને હૃદયમાં કદાપિ ઉત્પન્ન થવા ન દેવે જોઈએ તથા કાયાદિ વડે વ્યભિચાર કર્મમાં પ્રવૃત્ત ન થવું જોઈએ, એવી મારી વિશ્વના સર્વ મનુષ્ય પ્રતિ સર્વકાળમાં આજ્ઞા છે.
“સ્ત્રીએ પતિવ્રતાના આચારો અને વિચારમાં રહેવું જોઈએ અને પુરુષે પત્નીવતના વિચારમાં તથા આચારમાં રહેવું જોઈએ. પરણેલી સ્ત્રીએ પોતાના પતિ વિના રક્ત-રંગ-રૂપથી મૂંઝાઈને અન્ય પુરુષને સ્વપ્નમાં પણ ન ઇચ્છવો જોઈએ અને પતિએ અન્ય સ્ત્રીના રૂપ-રંગમાં મૂંઝાઈને અન્ય સ્ત્રીને સ્વપ્નમાં પણ ન ઇચ્છવી જોઈએ. સ્ત્રીએ પતિમાં અને પતિએ સ્ત્રીમાં, પરમપ્રેમે સંતવ અને તૃપ્તિ સ્વીકારીને, વિરામ પામવું જોઈએ.
પ્રેમની આગળ દેહની કંઈપણ કિંમત નથી. શુદ્ધ, સત્ય પ્રેમમાં કદાપિ વ્યભિચારની ગંધ પણ પ્રવેશ કરી શકતી નથી. પત્નીએ પતિ પર વિશ્વાસ ધારણ કરે જોઈએ અને પતિએ પત્ની પર વિશ્વાસ ધારણ કરવા જોઈએ. જ્યાં સુધી ભેદભાવ, ગુપ્ત વાતને છુપાવવી, ભિન્ન સ્વાર્થ, ભિન્ન વ્યક્તિ, મહત્વ, કીર્તિ, માન-પૂજાની અહંવૃત્તિ, મમતા છે, ત્યાંસુધી આર્ય સ્ત્રીપુરુષ શુદ્ધ પ્રેમલગ્નથી જોડાયેલાં દંપતી કહી શકાય નહીં. સ્ત્રીએ પિતાના નામરૂપને પતિમાં લય કરે જોઈએ અને પતિએ પિતાના નામરૂપને પત્નીને આત્મામાં લય કરે જોઈએ. જ્યાં પરસ્પરમાં નામરૂપને લય કરવામાં આવે છે ત્યાં આત્મવીર હું પ્રગટ થાઉં છું અને તેઓના આત્માને પરમ સુખ આપું છું, એમ અપેક્ષાએ કહું છું.
સ્ત્રીઓ અને પતિએ કર્મચગી બની ગૃહાવાસ અનાસક્તભાવે ચલાવવું જોઈએ. એકબીજાના આશયે સમજ્યા વિના કદી ગુસ્સે
For Private And Personal Use Only