________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે લગ્ન કરી શકતી નથી. તે પ્રમાણે પુરુષની બાબતમાં પણ સમજી લેવું જોઈએ. ઉત્તમ પ્રેમી આ એક કરતાં વિશેષ પતિએ કરી શકતી નથી. તે પ્રમાણે આત્મપ્રેમી પુરુષ પણ એક સ્ત્રીના
મમ સંતોષથી વિરામ પામીને અન્ય સ્ત્રી કરી શકતા નથી. એક પતિના પૂર્ણ પ્રેમની અધિકારી એક સ્ત્રી છે, તેમ જ એક પતિવ્રતા સ્ત્રીના પૂર્ણ પ્રેમને અધિકારી એક પુરુષ છે.
“પાંચમા આરામાં (કલિયુગમાં) એકપત્નીવ્રત અને એક પતિવ્રતાવતમાં મસ્ત થયેલાં વરવધૂ ગૃહસ્થજીવનને સુખે વહી શકે છે પુરુષ અને સ્ત્રી બન્નેને સંસારમાં તેમ જ ધર્મમાર્ગમાં સમાન હક છે. સ્ત્રી અને પુરુષ બંને મેક્ષ પામી શકે છે, અને એકબીજાને પરસ્પર પ્રેમથી ચાહી શકે છે. પુરુષના શરીરમાં પણ આત્મા છે અને હીના શરીરમાં પણ આત્મા છે. ધર્મ માર્ગમાં પુરુષ વિશેષતઃ નાયક છે અને સ્ત્રી અનુગામી છે, છતાં સહચરી છે. બન્નેના આત્માઓ મેક્ષ પામી શકે છે. મારી ભક્તિ, સેવા, ધ્યાનથી પુરુષ પણ મોક્ષ પામે છે, તેમ આ પણ મોક્ષ પામે છે. એક પતિનવત અને એસ્પતિનત એ ઉત્તમ લગ્ન છે. દેહ અને કામગની પ્રબળતાને ન વાળી શકવાથી અનેકપત્નીવ્રત અને અનેક પતિવ્રત લગ્ન એ કનિષ્ઠ લગ્ન છે. એક સ્ત્રીના મરણ થી પતિ જ્યારે સંતતિ માટે અન્યને વધુ તરીકે સ્વીકારે છે અને એક પતિના મરણથી કઈ રીતે ન રહી શકાય એવી કામાદિ વાસનાના પ્રસંગથી જ્યારે એક સ્ત્રી અન્ય પુરુષને પતિ તરીકે સ્વીકારે છે, ત્યારે તે મધ્યમ લગ્ન ગણાય છે. ઉત્સર્ગમાર્ગમાં પતિ અને પત્ની બને ઐક્યરૂપે એકબીજાના દેહવિશે પણ રહી શકે છે.
“ જેઓ કામના ભંગને માટે લગ્ન કરે છે, પરંતુ વ્યભિચારી પ્રેમાચારવાળા હોય છે, તેઓ પાશવલગ્ન યાને પાશવ
For Private And Personal Use Only