________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસંસ્કાર
ભોગાવલિ કર્મ ક્ષીણ થયા પછી ત્યાગી અને યોગી દશા તરફ પ્રવૃત્તિ થાય છે.
પ્રેમ વિના લગ્ન વિશેષ ચોગ્ય નથી. પ્રેમલગ્નની સાથે દેહલગ્નને સંબંધ શોભી શકે છે. પરસ્પર સત્ય નિશ્ચયવાળા પ્રેમથી કરેલાં લગ્ન સ્વર્ગ સમાં શેભી શકે છે. પુત્ર અને પુત્રીએાએ ચોગ્ય વયે લગ્ન કરવા જોઈએ. વીસ વર્ષની કન્યા અને પચીસ વર્ષનો પુત્ર પરસ્પર ગુણ-કર્મ-સ્વભાવ અનુરૂપ પ્રેમ કરીને લગ્નના અધિકારી બની શકે છે. ગુણ-કર્મ–સ્વભાવના સામ્ય બાવકોનાં અને બાલિકાઓનાં લગ્ન થવાં જોઈએ.
જેઓનાં શરીર પર્વ વિયથી યોગ્ય બનેલાં હોય અને ગુરુકુલેમાં જેઓએ સર્વ કલાઓનો પૂર્ણ અભ્યાસ કર્યો હોય, જેઓનું શરીર–આરોગ્ય દઢ હોય, જેને પ્રેમને પાત્ર હોય, જે લગ્નને નિર્વાહવા માટે પૂર્ણ અધિકારી હોય, જેઓ લગ્નનું રહસ્ય સમજતા હોય, જેઓએ કર્મચગી તરીકેના ગુણો પ્રાપ્ત કર્યા હોય, જેઓ પરસ્પરની પ્રકૃતિના મિલનના અનુભવી થયા હોય, જે કર્મચગે કરેલ લગ્નમાં સંતોષ માની ગૃહાવાસમાં રહેવા અધિકારી બન્યા હોય તથા જેઓ મારા વડે પ્રકાશિત જૈનધર્મનું પાલન કરવા પાત્ર બન્યા હોય—એવાં પુત્ર અને પુત્રીઓ સ્વયંવર લગ્નથી યા માતપિતાની અનુમતિ પૂર્વક લગ્ન કરવાને અધિકારી બને છે.
જેઓ સંસારની ધૂંસરી વહેવા માટે પરસ્પર જોડાવાને દઢનિશ્ચયી થયાં હોય તથા જેઓ ગૃહાવાસમાં અનેક દુઃખો, વિપત્તિઓ સહવાને પાત્ર બન્યાં હોય, તેઓ લગ્નના અધિકારી બની શકે છે. જેઓ પરસ્પરના શરીરના, રક્તના, માંસના, રંગના જ ફક્ત રાગી હોય અને પશુસંબંધે સંબંધિત થવા ઇચ્છતાં હાય, તેઓ લગ્નપાત્ર નથી. લગ્ન કરનારા આત્માઓ દેહપ્રેમ કરતાં અનંતગુણ આત્મપ્રેમી બનવા જોઈએ. પરસ્પર આત્મપ્રેમી અને કમગીની દશા વિના દેહલગ્નવાળા આત્માઓ પશુઓ કરતાં વિશેષ ઉચ્ચ બની શકતા નથી.
For Private And Personal Use Only