________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસ્કાર
૧૩
હેય. મારા સદ્દવિચારનાં આંદોલનની અસર સર્વ વિશ્વ પર વાયુના પ્રચારની પેઠે થશે. મારા વિશ્વાસી લોકોનો ઉદ્ધાર થયા વિના રહેવાને નથી.
વિશ્વમાં સર્વ જીવોને સુખ મળે, એવો બોધ પ્રચારવા મારે આત્મામાં અરિહંત-તીર્થકર તરીકેની સર્વ શક્તિ, ત્યાગી થયા બાદ, પૂર્ણ રીતે પ્રગટાવવાની છે. માટે મારા મિત્રો ! તમે મેટી ઉંમરના થવાની સાથે મારા વિચારો પ્રમાણે પ્રથમ આદર્શ ભક્ત બની આર્યાવર્તમાં સર્વત્ર ઉપદેશ આપવા માટે તૈયાર થાઓ.
“સર્વ મનુષ્યોને સુખની ઇચ્છા છે, પણ તે પ્રથમ સમાજ અને દેશની સુધારણા વિના પ્રાપ્ત થઈ શકે તેમ નથી. આર્યાવર્તના મનુષ્યોમાં આત્મબળ ખીલવવાની જરૂર છે. જ્યારે જ્યારે દેશ અને સમાજના લેકે અધ્યાત્મજ્ઞાનથી ભ્રષ્ટ થાય છે ત્યારે દેશમાં અને સમાજમાં પાપને પ્રચાર વૃદ્ધિ પામે છે. માટે સર્વ લેકને ચેતવવા જોઈએ.” મિત્રોએ પ્રભુની શક્તિનું કરેલ વર્ણન :
મિત્રો બોલ્યા: “પ્રભુ મહાવીર ! તમારે સદુપદેશ સાંભળે. તમારી ગુપ્ત વિદ્યાના બેધથી અને નીતિબોધથી અમારા હૃદયમાં જ્ઞાનને પ્રકાશ પ્રગટ છે. આપ શ્રીમાન વિશ્વોદ્ધારક ચરમ તીર્થ”. કર છે, એમ દેવેના અને મનુષ્યના કથનથી નિશ્ચય કર્યો છે.
બાલ્યાવસ્થામાં આપને શાળામાં પઠન કરવાના મહત્સવ પ્રસંગે ઈન્દ્ર બ્રાહ્મણ રૂપ ધારણ કરી આપને અનેક પ્રશ્નો કર્યા હતા. સર્વ જાતનાં અંકશાસ્ત્ર, શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, વેદ, તત્ત્વજ્ઞાનનાં પુસ્તક ભણુને પણ કોઈ ઉત્તર ન આપી શકે તેવા ઉત્તરો આપે ઈન્દ્રને આપ્યા હતા. તેથી બ્રાહ્મણગુરુના સર્વ સંશય ટળ્યા હતા.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં સર્વ પ્રકારનાં શાસ્ત્રોનો સમાવેશ થઈ જાય છે. તેનું જ્ઞાન તે તમે દેવલેકમાંથી આત્મા સાથે લાવ્યા છે. તે ઉપરાંત ત્રીજુ અવધિજ્ઞાન, કે જે મન અને ઈન્દ્રિય વિના આત્મામાં પ્રગટ થાય છે અને તેથી ત્રણ ભુવનવતી રૂપી પદાર્થો
For Private And Personal Use Only