________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર જે દેશમાં ને સમાજમાં ભક્તિ, જ્ઞાન, સદાચાર, સંયમ, વિવેક છે તે દેશની અને સમાજની ઉન્નતિ થાય છે. જે દેશમાં અને સમાજમાં સર્વ લેાકો સેવાધર્મમાં તત્પર રહે છે અને આત્મભોગ આપવામાં અંશમાત્ર પણ અચકાતા નથી તે દેશની અને સમાજની સર્વથા પ્રકારે પ્રગતિ થાય છે.
જે દેશમાં અજ્ઞાન, વહેમ નાસ્તિકતા, સ્વાર્થતા, નીચતા અને કાયરતા છે તે દેશમાં ગુલામો પ્રગટી નીકળે છે અને તે દેશ પ્રભુની પ્રાપ્તિ કરી શકતો નથી. જે સમાજમાં, સંઘમાં
સ્વાર્થબુદ્ધિ, વ્યભિચાર, અનાચાર, અનીતિ, હિંસા, અસત્ય, ચેરી વગેરે પાપની વૃદ્ધિ થાય છે તે સમાજ વા સંઘનું દુનિયામાં અસ્તિત્વ રહેતું નથી. જે સમાજ, સંઘ, દેશ મારા ઉપદેશને તિરસ્કાર કરે છે તે દેશમાં, સંધમાં, સમાજમાં, શક્તિઓનો વાસ રહેતો નથી.
દેશની અને સમાજની ચડતી સાથે અને પડતી સાથે તે તે દેશના અને સમાજના લોકોની ચડતી અને પડતીને સંબંધ છે. મારા પ્રેમી અને ભક્ત કે એ મારા ઉપદેશને હૃદયમાં ઉતારી તે પ્રમાણે વર્તવું જોઈએ. મારા મિત્રએ મારા ઉપદેશ પ્રમાણે કહેણું અને રહેણુથી રહેવું જોઈએ.
દેશમાંથી અને સમાજમાંથી ઈર્ષ, અહંકાર, દુર્વ્યસન, વ્યભિચાર વગેરે પાપને હાંકી કાઢવા જોઈએ. દેશમાં અને સમાજમાં વ્યષ્ટિ અને સમષ્ટિને અભેદાત્મા બનાવવો જોઈએ. દેશમાં અને સમાજમાં દુર્ગણોનો સડે પ્રવેશ ન પામે એવા કાયદાઓ ઘડવા જોઈએ અને શિક્ષણનો સદા પ્રચાર કરવો જોઈએ. દેશ અને સમાજની ઉન્નતિ માટે દરેક જાતના સ્વાર્થનો ભોગ આપવો જોઈએ. દેશમાં અને સમાજમાં ધર્મયજ્ઞો પ્રગટાવવા જોઈએ અને પશુઓની હિંસાના યજ્ઞો બંધ કરવા જોઈએ.
“આર્યાવર્તમાં પ્રગટેલી ઘોર પશુહિંસા, અજ્ઞાન, વહેમો, જાતિભેદોમાં ધર્મની માન્યતા વગેરે દોષનો નાશ કરવા માટે મારે અવતાર છે. સકલ વિશ્વ મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે. દુનિયામાં એવી કોઈપણ શક્તિ નથી કે જે મારી આજ્ઞા પ્રમાણે ન વર્તતી
For Private And Personal Use Only