Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ 津北土北土土土土土 * ******* પ્રવર્તમાન શ્રમણસુદાયના તેજસ્વી રત્નઃ ******* પ્રવચનપ્રભાવક આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજ તેજસ્વી વ્યક્તિત્વ અને ઓજસ્વી વાણીના પ્રતાપે જૈનશાસનના એક મહાપ્રભાવક બનેલા પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજનો અલ્પાક્ષરી પરિચય આ મુજબ છે. પરમાત્મા શ્રી મહાવીરદેવે સ્થાપેલા વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના મહાપ્રભાવક આચાર્યભગવંત ખરેખર કેવા હોય, તેની જો ઝલક પ્રાપ્ત કરવી હોય તો એક વખત આચાર્ય વિજય કીર્તિશયસૂરિજી મહારાજાનો પરિચય અવશ્ય કેળવવો જોઈએ. ગહન ચિંતનમાં ગરકાવ થયેલી મોટી મોટી સ્વપ્નિલ આંખો, તીવ્ર બુદ્ધિપ્રતિભાનું સૂચક અણિદાર નાક, જૈનશાસનની સતત ચિંતાને કારણે કરચલીથી શોભતું કપાળ અને કંઈક કહેવાને તત્પર હોઠ વડે તેઓ એક હજાર માણસોના ટોળામાં પણ અલગ તરી આવે તેવી દેહયષ્ટિ ધરાવે છે. પ્રવચનપ્રભાવક આચાર્યભગવંતની વ્યાખ્યાનસભાનો ઠાઠમાઠ જોઈને ભલભલા ચક્રવર્તીઓને પણ ઈર્ષ્યા આવી જાય તેવો માહોલ હોય છે અને તેમના પ્રવચનમાં નાયગરાના ભવ્ય ધોધની જેમ જિનવાણીનો જે મધુર સ્ત્રાવ થાય જે છે, તે સાંભળીને પરમ સમાધિ અને તૃપ્તિનો અનુભવ થયા વિના રહેતો નથી. વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાની અનુપમ સેવા દ્વારા વિશિષ્ટ પુણ્યનો બંધ કરનાર આ આચાર્યભગવંતને તેમના દાદા ગુરુભગવંતનો શાસનપ્રભાવકતાનો વારસો સાંગોપાંગ પ્રાપ્ત થયો છે, તેમ લાગ્યા વિના રહેતું નથી. પ્રવચનપ્રભાવક આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજાનું બાહ્ય વ્યકિતત્વ જેટલું પ્રભાવશાળી છે, તેટલું જ સરળ અને પારદર્શક તેમનું અંતરંગ વ્યક્તિત્વ છે. શાસનરક્ષાના કાર્યોમાં તેમની વિચારધારા અને વાણી અત્યંત આક્રમક અને ધારદાર ગણાય છે, પણ જ્યારે પરમ ઉપકારી પરમાત્માની ભક્તિ કે ગુરુભગવંતોના ઉપકારની વાત આવે ત્યારે તેઓ અત્યંત ભાવનાશીલ બની જાય છે અને તેમની આંખના એક ખૂણે આંસુનાં બુંદ તગતગી ઊઠે છે.પૂજ્ય આચાર્યભગવંત શાસન અને સિદ્ધાંતરક્ષાની બાબતમાં વજ્ર કરતાં પણ કઠોર છે, તો આશ્રિતોને પરમાત્મશાસનના અનુપમ પદાર્થોનો રસાસ્વાદ કરાવી તેમનું આત્મિક કલ્યાણ કરવાની બાબતમાં તેઓ પુષ્પ કરતાં પણ વધુ કોમળ છે. તેમના વિરોધીઓ પણે એ વાત વિના વિવાદે કબૂલ કરશે કે, આગમશાસ્ત્રોના અગાધ જ્ઞાન અને શાસ્ત્રચુસ્ત પ્રરૂપણાની બાબતમાં આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજને ક્યારેય પડકારી શકાય તેમ નથી. આ કારણે જ ભારતભરના જૈન સંઘો તેમનાં પાવનકારી પગલાં પોતાના ક્ષેત્રમાં કરાવવા માટે હંમેશાં આતુર હોય છે. આચાર્યશ્રી વિજયકીર્તિયશસૂરિજી મહારાજાએ સંવત ૨૦૨૩માં ૧૪ વર્ષની કિશોર વયે દીક્ષા અંગીકાર કરી, ત્યારથી જ તેમને પોતાના દાદાગુરુ વ્યાખ્યાનવાચસ્પતિ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિજી મહારાજાની સેવા અને સાન્નિધ્યનો અપૂર્વ લાભ પ્રાપ્ત થયો હતો. આ સાથે સંચમસાધનાની બાબતમાં સંસારી સંબંધે પિતાશ્રી અને સાધુપર્યાયના પણ ગુરુ વર્ધમાનતપોનિધિ આચાર્યભગવંતશ્રી વિજય ગુણયશસૂરિજી મહારાજાનું સતત માર્ગદર્શન પણ મળતું રહ્યું હતું. ગચ્છાધિપતિશ્રી વિજય રામચન્દ્રસૂરિજી મહારાજાની દરેક નાનીમોટી માંદગીમાં ખડે પગે તેમની સામે હાજર રહી, તેમની તમામ પ્રકારે સેવા કરવાનો મહામૂલો લાભ મુનિશ્રી કીર્તિયશવિજયજીને શરૂઆતથી જ મળતો રહ્યો છે. આ યુગપુરુષના સાન્નિધ્યમાં રહી તેમને સહજ રીતે સિદ્ધાંતચુસ્તતા અને શાસનપ્રભાવકતાના પાઠો શીખવા મળી ગયા હતા અને પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની અંતિમ માંદગીમાં મુનિશ્રી કીર્તિયશવિજયજીએ જે શુષા કરી અને અંતિમ આરાધના કરાવી, તે તો ગુરુ-શિષ્યના સંબંધોના ઈતિહાસનું એક ચાદગાર પ્રકરણ જે બની ગયું છે. આચાર્યદેવ શ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજા જ્યારે બાલ્યાવસ્થામાં હતા, ત્યારે તેમની છાપ એક જિદ્દી અને તોફાની બાળક તરીકેની હતી. દીક્ષા અંગીકાર કર્યા પછી આ તોફાની સ્વભાવનું રૂપાંતર આત્મસાધનાના જંગમાં પરાક્રમીપણામાં થઈ ગયું હતું અને તેમનો જિદ્દી સ્વભાવ શાસ્ત્ર તેમજ સિદ્ધાંતોની રક્ષા બાબતમાં અડગતામાં પરિવર્તિત થઈ ગયો હતો. આ કારણે જ સિદ્ધાંતરક્ષાના અનેક પ્રસંગોમાં અસામાન્ય નીડરતા અને મકકમતાનાં દર્શન તેમના વિચાર, વાણી અને વર્તનમાં થયા વિના રહેતાં નથી. સિદ્ધાંતરક્ષાની બાબતમાં આચાર્યશ્રી વિજય કીર્તિયશસૂરિજી મહારાજાનું વ્યક્તિત્વ દુર્ઘર્ષ બની જાય છે, તો શાસનપ્રભાવનાના Jain Education International For Private & Personal Use Only * * www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 620