________________
અનેકોના પથદર્શક ૫.પૂ. આ. શ્રી વિજયગુણયશસૂરીશ્વરજી મ.સા.
સંસારના સ્વપ્નમાં રાચતો માનવી દુઃખના ડુંગર તૂટી પડે તેવી અણધારી આપત્તિ આવી જતાં હાલક-ડોલક થઈ જતા જોવા મળે છે. તેવા જ સમાચાર છ ફૂટ ઉંચા એક માનવીને લાખેળી જાત્રા કરીને આવતા સાંપડયાં. એક હતાં કંચનના જ્યારે બીજા હતા કામિનીના. લગ્નના અમુક વર્ષો બાદ જ પ્રથમ સંતાન અવતરવાની તૈયારી હતી. સંતાન અવતર્યુ પણ ખરું. થોડાક દિવસોની જીંદગી જીવી પિતાના મુખદર્શન પહેલા જ પરલોક ભણી ચાલ્યું ગયું. તો વળી ધમધમતી પેઢીનું સંચાલન ભાગીદારને સોંપી, જાત્રાથી પાછા વળતા એ પણ સમાચાર મળ્યા કે ધંધો બંધ થયો અને દુકાન પણ વહેંચાઈ ગઈ. છતાં પણ આ અદકેરા માનવીનું રૂવાડું પણ ફરક્યું નહિ. એણે તો માત્ર નરસિંહ મહેતાની જેમ એટલું જ વિચાર્યું, ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાલ’. આ માનવીનો જન્મ રણપ્રદેશની નજીકમાં આવેલા, ધર્મના સંસ્કારો જે ધરતીમાં ધરબાયેલા હતા, જ્યાં ભગવાન નેમિનાથનાં બેસણાં હતા, રામમંદિર અને શિવમંદિરના ધામો પણ જ્યાં મોટા-મોટા હતા. ઈતિહાકારો જેને પીપ્પલપુર પટ્ટણના નામે ઓળખતા હતા તે વર્તમાનના ભોરોલ ગામમાં થયો હતો.
સતત તેમને ચિંતા હતી. ગામડામાં રહેવા છતાં પણ જાણે કોઈ મોટી પુરુષાર્થ હતો.
જેઓ ભગવાન નેમિનાથના પરમ ભક્ત હતા, ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા, સંસારના રંગરાગ પ્રત્યે બાળપણથી જ અણગમો ધરાવતા હતા, છતાં વડિલોના આગ્રહથી જીવીબેન નામની સંસ્કારી કન્યાને પરણ્યા હતા. સંસારના ફળ સ્વરૂપે લાડકવાયો કાંતિ નામનો દિકરો અવતર્યો હતો. તેને સંસાર ક્યાંય ભરખી ન જાય તેની યુનિવર્સિટીના ચાઈલ્ડ સાઈકોલોજીના પ્રોફેસર હોય તે રીતે બાળકને ઘડવાનો તેઓનો
જે યુવાનનું નામ એમના ફઈબાએ ‘ગગલદાસ’ પાડયું હતું, સાચે-સાચ તેઓ પ્રભુના દાસ જ હતા અને પ્રભુના દાસ બનવા માટે તેમને ખૂબ । મોટો જંગ ખેલવો પડયો હતો. તેઓની અડધી જીંદગી સંસારમાં વીતી હતી અને તેમાંય કેટલોક સમય તો સંસારમાંથી છુટવાનો પ્રબળ સંઘર્ષનો સામનો કરવામાં જ વિત્યો હતો. તેનાં ફળ સ્વરૂપે તેમને પ્રભુ વીરનો પંચ હાથ લાગ્યો હતો. પ્રભુ વીરના પંથે ચાલવા માટે તેમની આકરી કસોટીઓ થઈ હતી. જેમાં તેઓને ભાવતા ભોજનોનો ત્યાગ કરવાનો અવસર આવ્યો હતો. વર્ષો સુધી ઘી-દૂધ-દહીં જેને વિગઈઓ કહેવાય તેનો ત્યાગ કર્યો હતો. સાત મામાનાં એક જ ભાણિયાને સંસારમાં ન ફસાવવા દેવા, પોતાની સાથે લઈ જવા માંગતા હતા. કદાચ તેઓ એકલા દીક્ષાના માર્ગે આગળ વધ્યાં હોત તો આટલી કસોટીનાં માર્ગે પસાર ન થવું પડત. પણે એક બાકળનું હિત હૈયે વસ્યું હતું માટે તે કષ્ટોને કષ્ટ ન માન્યાં. એને સુખ માન્યું. પુત્ર કાંતિ પણ હોંશે-હોંશે આ માર્ગે જવા કટીબદ્ધ બન્યો હતો અને એ પિતા-પુત્રે મહારાષ્ટ્રના મુરબાડ ગામે જૈનાચાર્ય પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીના સ્વહસ્તે અને સ્વમુખે સંયમ જીવનની પ્રતિજ્ઞાનો સ્વીકાર કર્યો હતો. તપ-ત્યાગ અને તિતિક્ષાના ત્રિવેણી સંગમનાં મંડાણ કર્યા હતા. મક્કમતા-ધીરજતા અને સંકલ્પ-બદ્ધતા તેઓમાં ઉદાહરણ સ્વરૂપે આપી શકાય તેવી રીતે જોતા મળતા હતા. તપ-ત્યાગ અને આરાધના દ્વારા પોતાના ગુરુદેવના હૈયામાં વાસ થયો ગુરુનો હૈયામાં તો સો કોઈ સુયોગ્ય સાધકો વસાવી શકતા હોય છે. પણ ગુરુના હૈયામાં વસવું મુશ્કેલ હોય છે. આ સિદ્ધિ તેઓએ ટૂંક જ સમયમાં હાંસલ કરી હતી. જેને કારણે આચાર્યશ્રી પાસે સંયમની તાલીમ માટે આવતાં બાળકો-યુવાનો-પ્રૌઢો અને વૃદ્ધોને પણ સંયમ-જીવનની તાલિમ સાથે ધાર્મિક શિક્ષણ આપવા માટે તેઓને સોંપવામાં આવતા હતા. ખૂબ જ કુશળતાથી તેઓએ તેમનું ઘડતર કર્યુ હતું. જેના ફળ સ્વરૂપે અનેક વ્યકિતઓ શ્રી જૈનશાસનની આરાધક પ્રભાવક અને સંરક્ષક બની શકી છે.
મુનિશ્રીના જીવનમાં તપ એવો વણાયો હતો કે એ તપના દિવસોમાં પણ પોતાના ગુરુવરની કે તેઓશ્રીના વિશાળ ગચ્છની વૈયાવચ્ચ કરવાનું ચૂકતા ન હતા. વૈયાવચ્ચને તેમણે પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો. મોટી ઉંમરે દીક્ષા થવા છતાં તેઓએ સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ કર્યો હતો. અનેક ગ્રંથોનું વાંચન તેઓએ કર્યું હતું અને તેઓશ્રીની પાસે આવનારને સંસ્કૃતનો અભ્યાસ પણ કરાવતા હતા.
પ્રભુ ભક્તિ, ગુરુભક્તિ, પ્રભુ આજ્ઞાનું પાલન અને ગુરુ આજ્ઞાનું પાલન આ બધું તેઓ માટે સહજ હતું. પ્રભુવચનથી કે ગુરુવચનથી આઘા-પાછા ખસવાનું મન તેઓના જીવનમાં ક્યારેય થયું ન હતું. આ પણ એમના જીવનનું એક મહત્વનું જમા પાસુ હતું. આવનાર દરેકને તેઓ આ જ મંત્રથી પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા હતા અને તે દ્વારા પ્રભુમાં લીન બનવાના અંતિમ લક્ષ્યને સાકાર કરતા હતા.
તેઓશ્રીને પોતાના પુત્ર ગણાતા એવા શિષ્ય મુનિ કીર્તિયશવિજયજીનું ઘડતર એવી કુશળતાથી કર્યું હતું, જેનાં મીઠા ફળ આજનો જૈન સંઘ અને સમાજ ચાખી રહ્યો છે, માણી રહ્યો છે.
પિતા-પુત્ર એવા ગુરુ-શિષ્યની જોડીને વડિલો દ્વારા આચાર્યપદ પોતાના જ વતનમાં એનાયત કરવામાં આવ્યું હતું. જેનો માહોલ વર્ષો વીત્યા બાદ પણ ભૂલી શકાય તેવા નથી. દીક્ષા જીવનનાં એકધારા પચ્ચીસ વર્ષ ગુરુવરની સેવામાં વીતાવ્યાં. ત્યાર બાદનાં પાંચ વર્ષ ગુરુબંધુઓની સાથે વિચર્યા અને પછીનાં તેર વર્ષ પિતા-પુત્ર ઉભય આચાર્ય ભગવંતોએ ગામે-ગામ વિચરી અનેકાનેક શાસન-રક્ષા-પ્રભાવનાનાં કાર્યોમાં વિતાવ્યાં. અંતિમ ચાતુર્માસ મુંબઈ મહાનગરમાં ધર્મનગરી સમા ભૂલેશ્વર-લાલબાગને આંગણે નિરધારિત થયું. એ ચાતુર્માસના અંતિમ દિવસોમાં કાળે પોતાનું કામ કર્યું... આસો માસના કૃષ્ણપક્ષની ચતુર્થીને દિવસે સૂરજ જ્યારે ધીરે ધીરે નીચે ઢળી રહ્યો હતો તે સમયે સમીપ ઉભેલા સૌના હૈયાં સ્તબ્ધ બનેલા હતાં, જ્યારે પૂજ્યશ્રી પોતે તો ધ્યાન અને સમાધિમાં લીન બનેલાં હતા. સતત પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવા-કરાવવા દ્વારા તન અને મનને સ્વચ્છ બનાવી. પરમપદને પ્રાપ્ત કરવા પરલોક ભણી પ્રયાણ આદર્યુ હતું.
આ પરમ પુરુષના પરમ પાવનીય પ્રકૃષ્ટ ગુણોને પામવા જો પુરુષાર્થ કરવામાં આવે તો આપણું જીવન પણ પરમ પદ ભણી સરળતાથી પ્રયાણ કરી શકે. તેઓના ગુણોનું સ્મરણ કરવા દ્વારા આજની પ્રથમ સ્વર્ગ-તિથિદિને ભાવાંજલી અર્પણ કરીએ.
સૌજન્ય : મુમુક્ષુ દિવ્ય પારસભાઈ અભયભાઈ શાહ - રાધનપુર તીર્થ, મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org