________________
Regd. No. B. 1008.
તારનું સરનામું - “હિંદસંઘ.—“HINDSANGHA.”
| | નમો તિખણ .
प्रशासक
જૈન યુગ The Jain Yuga.
જ કt
1
જૈિન વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] ※※※※杂杂杂杂杂杂杂杂老茶紫彩涂卷紧紧轮绕轮架
તંત્રીઃ– મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ રૂપીઆ બે.
છુટક નકલ-દઢ આને.
'
વર્ષ જુનું ૧૨ મું.
નવું ૭મું.
તારીખ ૧ લી ઓગસ્ટ ૧૯૩૮.
3
અંક ૧ લે.
પુન: આમંત્રણ
જીવન સંગ્રામ અને કેળવણી.
જેન યુગના સાતમા વર્ષની પ્રથમ પ્રભાતે અમારી વિશ્વાસુ હદયની મનોકામના છે કે-જૈન સમાજની એક મહાન સંસ્થાના આ નિયમિતપણે પ્રગટ થતાં પાક્ષિકમાં આપ સહુને ફાનો પૂર્વ કરતાં પણ વધુ જોરથી મળ્યા જ કરશે, તેથી વિનમ્રભાવે અમારું આમંત્રણ છે કેપૂજ્ય મુનિ મહારાજ ધાર્મિક વિષ
ના લેખ દ્વારા અને અન્ય વિદ્વાન તેમજ સેવાભાવી લેખકે સ્વશકિત અનુંસાર ધર્મ સમાજ રાષ્ટ્રને લગતા લેખેથી કિંવા સંસ્થાની પ્રગતિમાં પૂરવણી રૂપ બની રહે તેવા સમાચારેથી અવશ્ય સહકાર આપશે.
ઉગતા લેખકેને સમાજ ઉત્થાનમાં હાયક બનવાના અભિલાષ સેવતા નવયુવાનોને પણ ભાવભીનું આમંત્રણ છે. વાંચકે અને ગ્રાહકેને તે એટલી જ પ્રાર્થના છે કે અન્ય ચર્ચા-કુથલી, કે કેવળ કલ્પના ગુંથણી વડે ગુંથાયેલ પત્રો માફક આ પત્રને ન માનતાં મધ્યસ્થભાવે કેવલ સમાજ સંગઠનની દિશામાં કામ કરી રહેલ એક જરૂરી સાધન સમાન લેખીને જોઈ જવાની-ગ્રાહક બની એને અપનાવી લેવાની ફરજ સમજીને જ એના પાના ફેરવે.
– જૈન યુગ કમિટી
સામાજીક જીવનમાં જો સહુથી મહત્વની કઈ વસ્તુ હોય તે તે જીવન-સંગ્રામ છે. જીવન સંગ્રામમાં જે આપણે હાર્યા નકામાં નીવડ્યા તો આપણી કેળવણી શા કામની?
આજે દેશની સ્થિતિ એવી કટોકટીની છે. આપણ કરોડો લોકોને પિટની ચિંતાને પહોંચી વળવું એ જેટલું મહત્વનું લાગે છે તેટલું વિદ્યાસંપાદન કરવી એ લાગતું નથી. માટે પેટવાટે જ માથાને અને આખા શરીરને કેળવવું રહ્યું. કેળવણી અને આજીવિકા એ બે વચ્ચે જે મેળ ખાય નહિ તો પેટ સાથે છૂટા છેડા કરનાર કેળવણીની રાષ્ટ્રને ગરજ નથી, એટલું જ નહિ પણ એવી કેળવણીમાં માલ પણ નથી.
દેશનાં છોકરા છોકરીઓને પ્રથમ પેટ ભરવાનો રસ્તો બનાવી આપ જોઈએ અને તેમ કરવાની સાથે જેટલી બની શકે તેટલી સર્વોત્કૃષ્ટ કેળવણી તેમને મળે એમ કરવું જોઈએ. આમ થાય તેમજ રાષ્ટ્રના કરોડો લોકો કેળવણી લેવાને તૈયાર થશે. અને તે કેળવણી તેમને સદશે પણ ખરી. આપણે કેળવણીકારેએ જોયું કે આ જાતની કેળવણી શાશ્વસંમત પણ છે અને શ્રેયકર પણ છે.
જ્યારથી ગાંધીજી હિંદુસ્થાનમાં પાછા આવ્યા છે ત્યારથી એમને એજ અખંડ પ્રયત્ન રહે છે કે દરેક પ્રાંતની જનતાની ભાષાને ઉદ્ધાર થાય ને લેકના હૃદયમાં તેમજ સરકાર દરબારમાં દેશી ભાષાની પ્રતિષ્ઠા વધે, કેમકે ભાષાભક્તિ એ દેશભક્તિનું એક બહુજ મહત્વનું અંગ છે. ગાંધીજીને બીજો આગ્રહ એ પ્રત્યક્ષ પ્રયોગો કરી જેવા વિષેને છે. કેવળ કિતાબી કેળવણીને આંધળા થઈ પ્રમાણ નહીં માનતા.
(કાકાસાહેબ કાલેલકરના ભાષણમાંથી)