Book Title: Jain Yug 1938
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 149
________________ તારનું સરનામું:- હિંદસંઘ.”—“l]INDS.1AGIT...” # રમો સિવાર આ Regd. No. . 1996. હ વાર ડો. જૈન યુગ. The Jain Yuga. ક પતિ છે. જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સાનું મુખપત્ર.] . તંત્રી –મોહનલાલ દીપચંદ ચોકસી. 1 htS : છે વાર્ષિક લવાજમ –રૂપીઆ બે. ક્કો -દોઢ આને. - તારીખ ૧ લી નવેમ્બર ૧૯૩૮. અંક ૭ મે. @ @ ક્યાં છે નૂતન વર્ષ? @ @ ગત પ્રતિપદાના રોજ ભારતમાં નૂતન વર્ષના પગરણ થયા અથવા કહે કેભારતવર્ષે વિક્રમદેવના નૂતન વર્ષમાં પદાર્પણ કર્યું. શું ખરેખર આપણે ત્યાં નવું વર્ષ આવ્યું છે ? હૃદય ઉપર હાથ મૂકીને જે પ્રત્યેક ભ આપે તે તે એમજ કહી શકે કે–નહીં, નવું વર્ષ ઊગવાને હજુ બહુવાર છે. હજુ તે અમાસની રાતના ઘોર અંધારા ભારતના ખુણે ખુણામાં ભરાઈ રહ્યા છે. હજુ તે કાલી ચૌદશની કાળરાત્રી તેના બિહામણા સ્વરૂપે ખડી છે. જે દિ' નવલવર્ષનું મંગલ પ્રભાત ખીલશે તે દિ' ભારતવર્ષની આ રડતી સુરત નહીં હોય, તે દિ' આ કારમી કંગાલીઅત નહીં હોય, તે દિ' પરાધિનતાના પાપ નહીં હોય, તે દિ' હશે ભદ્ર-કલ્યાણ. તે દિ' હશે સર્વત્ર સ્વાતંત્રના કુલગુલાબની મહર સૌરભ. તે દિ હશે માતાની મુક્તિ. તે દિ' હશે ગાંધી સમ યુગપુરુષને યથાર્થ જય જયકાર. ગત પ્રતિપદાના રોજ જૈન જગતમાં પણ ભગવાન વીરસ્વામીના નવા વર્ષના પગરણ થયા. શું એ સત્ય છે? વર્ષે આવે છે અને મૂકભાવે ચાલ્યા જાગ છે. પણ નવા વર્ષમાં જે નવી પ્રેરણાઓ, નવો ઉત્સાહ, આનંદના પૂર, શાંતિની ભરતી, વિવેકપૂર્વકને યથાર્થ ધર્મરાગ જોઈએ તે શોધ્યા મળતા નથી. એ સર્વના દર્શન દુર્લભ બન્યા છે. વ્યાધિગ્રસ્ત-અનેક ત્રિદેથી વ્યાધિગ્રસ્ત બનેલ જૈન સમાજને નવા વર્ષમાં કઈક ધનવંતરીની જરૂર છે. સમાજ દેહની નાડ તપાસી યથાર્થ ઔષધ આપે તેવા પરમ વૈદ્યની જરૂર છે. કહો ભલા એ કયાં છે? જગદુદ્ધારક ભગવાન વીરનું આજે નવું વર્ષ પ્રવર્તવા છતાં અમારામાં હજી પડ્યા છે આપસ આપસના રાગ અને દ્વેષ, વર્તે છે દુઃખ અને દાવાનલ. અમારામાં પ્રવર્તી રહ્યા છે અશાંતિ અને કલહ ચાલી રહ્યા છે વિતંડાવાદ અને કદાગ્રહ. જે દિવસે એ સર્વ દુઃખદાયી ભૂતાવળા જૈન સમાજમાંથી જશે તે દિવસે ખરેખર નવું વર્ષ પ્રવર્તશે. તે દિવસે જૈન સમાજને ત્યાં સેનાને સૂર્ય ઉગ્યો હશે. ત્યારે શાંતિના સામ્રાજ્ય જામશે. પ્રત્યે ! એવું નવલ વર્ષ કયારે ઉગશે ? –રાજપાળ મગનલાલ હ.

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188