Book Title: Jain Yug 1938
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 181
________________ Regd. No. B. 1008, તારનું સરનામું:- “હિંદસંઘ.—“ HINDSANGHA.” | નો તિરસ | જ કાયદાકારક એ જૈન યુગ. The Jain Yuga. જૈિન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] T તંત્રી–મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે. છુટક નકલ-દઢ આનો. વળ જુનું ૧૨ મુ. તારીખ ૧૬ મી ડીસેમ્બર ૧૯૩૮. અંક ૧૦ મે. નવું ૭ મું. ખાદી વિષે જીવંત શ્રદ્ધા. હું = = = ખાદી મહાન સંદેશ લઈને આપણી વચ્ચે આવી છે. વરસમાં લગભગ ચાર મહિના ફરજિયાત બેસી રહેતા લાખે કરડે લે કોને ઈજજતદાર ધંધે આપવાની એનામાં શક્તિ છે. એમાંથી મળનારી મજુરીની વાત બાજુએ મૂકીએ તેપણું એ કામ જ સ્વયંવળતરરૂપ-આશીર્વાદ રૂપ છે. કારણ કે જે કરેડો લેકે કશા કામ ધંધા વગર ફરજિયાત બેકારી વેઠયાં કરે તે તેઓ અધ્યાત્મિક, માનસિક તેમજ શારીરિક દ્રષ્ટિએ મૃત્યુને પથેજ જાય એથી ઉલટું રેંટિયાથી લાખો ગરીબ કાંતનારાઓનું સમાજમાં આપ આપ લેખું થવા માંડે છેસમાજમાં તેમનું સ્થાન અને દરજજો વધે છે. આથી મીલ કાપડ કદાચ લોકોને મફત આપવામાં આવતું હોય તાપણું પોતાનું સ ચું કલ્યાણ વિચારતાં પોતાના હાથના પેદા કરેલી ખાદી છોડીને તે લેવાની તેમણે ના પાડવી જોઈએ. જીવન પૈસે નથી; પૈસા કરતાં ઘણી વધારે કીમતી વસ્તુ છે. ઘરડાં માબાપ જે કશું કામ ન કરી શકતાં હોય અને ઘરમાં તેમજ ઘરની કમાણી ઉપર કેવળ બે જ રૂપ હોય તેમને મારી નાંખવાં એ તેમને પાળવા કરતાં સસ્તુ છે. આપણું બાળક પણ જેઓ આપણી શારીરિક સુખ સગવડોમાં આપણને જરૂરી નથી હતાં અને કશા બદલા વગર આપણે તેમનું પોષણ કરવું પડે છે. તેમને મારી નાંખવાં એ આપણે સારું સસ્તુ છે. આમ છતાં આપણે આપણું માબાપોને કે બાળકોને મારી નાંખતાં નથી. ઉલટું ગમે તેટલો ખર્ચ થાય તે પણ તેમનું પોષણ કરવામાં આપણે માન અને હા સમજીએ છીએ. બરાબર એ જ પ્રમાણે ખાદીને બીજા તમામ કાપડને છોડીને પોષવી જોઈએ. ભાવ તાલની દ્રષ્ટિએ ખાદીનો વિચાર આપણે કરીએ છીએ તે કેવળ આપણને પડેલી ટેવને લીધે છે. ખાદીનું ગણિત કરવાની આપણી કલપનાજ બદલાવી જોઇએ અને જ્યારે પ્રજાકીય આબાદીની દ્રષ્ટિએ આપણે વીચારીશું ત્યારે જોઈશું કે ખાદી મેંધી નથી જ નથી. સંક્રમણના કાળ દરમ્યાન કૌટુંબિક ખરચ પત્રકમાં ઉથલ પાથલ થાય તે આપણે ખમી લેવી રહી. અત્યારે આપણે ભારે હાડમારી નીચે છીએ. દેશમાં રૂની ઉત્તિ લંકેશાયર અથવા કહો કે દેશી મીલેની હાજતેને આંખ સામે રાખીને જ કરવામાં આવે છે. રૂના ભાવ પરદેશના બજારના ભાવો ઉપર અંકાય છે. જ્યારે આ દેશમાં રૂની ઉત્પત્તિની વહેંચણી ખાદીના અર્થશાસ્ત્રના હાજત મુજબ થવા લાગશે ત્યારે ભાવોની ચડઉતર આજની જેમ નહિ થાય અને અત્યારના કરતાં તે રૂ વાપરનારને સસ્તું જ પડશે. રાજય રક્ષણથી કે એછિક પ્રયત્નથી પણ જ્યારે લોકોને એકલી ખાદીજ વાપરવાની ટેવ પડશે ત્યારે પછી જેમ લાખે શાકાહારી લેકે માંસાહારના ભાવ જોડે સરખાવીને શાકાહારની ચીજોના ભાવનો વિચાર નથી કરતા, જેમ શાકાહારી ભૂખે મરશે પણ માંસાહાર કે મફત આપતું હશે તે પણ કદી નહિ લે, તેમ પછી લેકે મીલ કાપડના ભાવો જોડે પૈસાની ગણતરીએ સરખામણી કરીને ખાદીનો વિચાર કદી નહિ કરે. (તા. ૧૧-૧૨-૩૮. હરિજન બંધુ.) – મહાત્મા ગાંધીજી. કે મારી બદલાવીએ તે કાને . આપણે કોને ની છે. આપણે એમ નથી. નજમન ની આરાને લીધે છે ભાવ પરદેશના કહે કે દેશ ચાલે ત્યારે આપણે ભારે બિક

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188