Book Title: Jain Yug 1938 Author(s): Mohanlal Dipchand Chokshi Publisher: Jain Shwetambar Conference View full book textPage 1
________________ Regd. No. 5. 1996. તારનું સરનામું:- હિંદસંઘ. #_“HINDS.INFH4.” a નો તિરસ જૈન યુગ. The Jain Vuga. કે જે છે [જૈન ભવેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.] લઇ તંત્રી –મોહનલાલ દીપચંદ ચોકસી. વાર્ષિક લવાજમ:-રૂપીઆ બે. છુટક નકલ-દઢ આને. વર્ષ જુનું ૧૧ મું: તારીખ ૧ લી જાન્યુઆરી ૧૯૩૮ અંક ૧૧ મે. દેશકાળ અને યુવકો. સમયના વહેણ બદલાય છે, શરદની ખુશનુમા રાત્રી ગઈ અને શીયાળાની કડકડતી ઠંડીએ તેનું સ્થાન લીધું છે. આજના સમાજ જીવનની આવી સ્થિતિ છે. રૂઢીચુસ્તના જર્જરિત પુરાણ કલ્લાને જમીન દોસ્ત કરવા મથતા યુવક આજે કયાં ઉભે છે? નવયુગના નાદને પીછાનતા અગ્રણીઓ અને અનુયાયીઓ આજે કેમ મૌન સેવે છે? આજે એમની સમક્ષ કાર્યક્ષેત્ર નથી? સમય નથી ? કે ઉત્સાહ નથી? જૈન જગતના ચકાવે એટલા પર્યુષણ અને સંવત્સરીના ઝગડાથી ત્રાસેલો આજનો યુવક સમાજ સાચો માર્ગ શોધે અને પોતાના ધ્યેયને લક્ષમાં રાખી પ્રગતિ સાધે એમ સૌ કોઈ ઈચ્છે. એ તો કુદરતનો નીયમ છે કે ભરતી હોય ત્યાંજ ઓટ થાય અને ઓટ હોય ત્યાં ભરતી ચઢે. જૈન સમાજની સાચી પરિસ્થિતિથી જાણકારી આપણા વડીલો અને સંયમીઓ વર્ષો પુરાણા ચીલે એમના ગાડા હાકે રાખે એ શેચનીય છેજ, દેશ કાળની અસર જ્યાં સુધી તેમની પાસે વૈભવ લક્ષ્મી છે ત્યાં સુધી ઓછી થશે છતાં એ વહેલા કે મોડા તેમને પણ પોતાના ગાડા નવયુગના રાહે લીધા વગર છુટકેજ નથી. વખતસર એઓ ચેત્યા હોત ત–? સંસ્કૃતિના નામે આજે સશસ્ત્ર રાષ્ટ્રમાં માનવતાનો સંહાર ચાલી રહેલે આપણે જોઈએ છે. પારકી આશાએ કે નસીબને આધીન બનીને આપણે બેસવું ન ઘટે. દુનીયામાં રહેવું હોય તે આપણે આપણા પગ ઉપર ઉભા રહેવું પડશે. નબળા હાઈશું તો તાકાત કેળવવી પડશે. એ વગર સાચી સિદ્ધિ નથી. આપણે આટલું વિચારીએ તો – રમણીક ઘીઆ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 188