________________
છે. પરંતુ વિદ્યા આ જે સર્વથા ખોટી હોત તે ભૂતકાળમાં થએલા ત્યાગી, વૈરાગી શ્રી હેમચંદ્રાચાર્ય જેવા મહાપુરૂષો આ બાબત ઉપર વિશેષ લક્ષ્ય આપત નહી. દરેક સંપ્રદાયમાં મંત્રમંત્રાદિને લગતા પ્રાચીન સમયમાં રચાયેલા વિવિધ
થે દષ્ટિગોચર થાય છે અને કેટલાય મહાત્માઓની ચમત્કારિક કથનિઓ સાંભળવામાં આવે છે, તે પછી તે વિદ્યાને સર્વથા ખોટી શી રીતે કહી શકાય?.
કાણે ઘડે સમુદ્રમાં ગયા છતાં ભરાય નહી, જગત ભરની સૂફમમાં સૂક્ષ્મ વસ્તુને પ્રગટ કરનારા સૂર્યના પ્રકાશમાં ઘુવડ દેખી શકે નહી તેમ આપણને કોઈ પણ પ્રકારે સવિદ્યાની પ્રાપ્તિ થતી નથી તેમાં દોષ કેને?, આપણે પિતાને કે અન્ય કેઈને?. મારી સામાન્ય બુદ્ધિ પ્રમાણે તે એ વિદ્યાને લગતી ઘણી ઘણી બાબતે જાણવાની હોય છે, તેને અભાવ જ કારણભૂત છે. સાધનાને લગતી કેટલીક વિચારણીય બાબતે નીચે મુજબ છે.
પાત્રતા. સાધકમાં માનસિક અને શારીરિક બળની પૂર્ણતા હોવી જોઈએ. મનમાં ખરાબ વિકાર, અશુદ્ધ ભાવના અને અપવિત્રતા હોવી જોઈએ નહીં. કુંભક, રેચક પૂરક યોગને અભ્યાસ કરી મનને એક સ્થળે રોકી રાખતાં શીખવું જોઈએ, અને શરીર પણ અત્યંત સહનશીલ બનાવવાની આવશ્યકતા છે. કારણ મંત્રાદિ સિદ્ધ કરનારાઓ ઉપર પ્રતિસમય અનેક ઉપદ્રવ, અનેક કષ્ટ અને અનેક આપદાઓ ઝઝુમ્યા કરે છે. એ સર્વ ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકે