________________
ઘીનૈનસ્તોત્રરવોદ [૧ શ્રીભદ્રરચંદસરિ, ૮ આલ્હાદન મંત્રી, ૯ અજિતસિંહરિ, ૧૦ જિનપતિસૂરિ, ૧૧ પૂર્ણકળશગણિ, ૧૨ મહેન્દ્રસૂરિ, ૧૩ કમલપ્રભ+ ૧૪ જિનપ્રભસૂરિ, ૧૫ તરૂણુપ્રભસૂરિ, ૧૬ મેરૂદંગસૂરિ, ૧૭ જ્યકીર્તિરિ, ૧૮ જિનભદ્રસૂરિ, ૧૯ જયસાગરગણિ, ૨૦ સિદ્ધાન્તરૂચિ, ૨૧ જિનસમુદ્રસૂરિ, ૨૨ રત્નકીર્તિ, ૨૩ ઉદયધર્મ, ૨૪ દેવસુંદરસૂરિ, ૨૫ સેમસુંદરસૂરિ, ૨૬ મુનિસુંદરસૂરિ, ૨૭ ભુવનસુંદરસૂરિ, ૨૮ રત્નશેખરસૂરિ, ૨૯ લક્ષ્મીસાગરસૂરિ, ૩૦ જિનસેમસૂરિ, ૩૧ હેમવિમળસૂરિ, ૩૨ આનંદમાણિક્ય, ૩૩ મહોપાધ્યાય કલ્યાણવિજય,૩૪ સંઘવિજયગણિ, ૩૫ રવિસાગર, ૩૬ હંસરત્ન ૩૭ વિદ્યાવિમળ, ૩૮ શિવસુંદર+ ૩૯ સૌભાગ્યમૂર્તિ, ૪૦ લક્ષ્મીલાભ.
આ સર્વ મહાપુરૂષોનાં જીવન પ્રસંગ, રચિતગ્ર, અને શિષ્ય સંતતિ વગેરેને અંગે મુદ્રિત અમુદ્રિત યથોપિલબ્ધ સાધનો દ્વારા પ્રાપ્ત થએલી કિંચિત્ રૂપરેખા અત્રે અનુક્રમે રજુ કરવામાં આવે છે
+ આ નિશાનીવાળા મહાપુરુષોનાં કેવળ નામ માત્ર મળી આવે છે તે ઉપરથી ક્યા ગ૭માં, કયે સમયે થયા? કોના શિષ્ય હતા વગેરે બાબતેને નિર્ણય કરવો અશક્ય હેવાથી સમાન નામવાળા યથાજ્ઞાત દરેક વિદ્વાનોની ટુંક નેધ આપી સંતોષ માનવામાં આવ્યો છે.
* પૂર્વકાલીન મહાત્માઓ છવનપ્રસંગ વર્ણવવા વિશેષ ગૌરવ ધરાવતા નહોતા. તેથી સાધનના અભાવે દરેકનાં સંપૂર્ણ જીવનચરિત્ર આલેખવાનું બની શકે તેમ નથી તથાપિ ગુણત્કીર્તનરૂ૫ રાસ, સઝાય, સ્તુતિ, શિલાલેખ, પ્રતિમાલેખ, ગ્રંથ પ્રાન્તગત પ્રશસ્તિઓ અને પુષિકાઓને આધારે યથામતિ પ્રયત્ન કરવામાં આવ્યું છે.