________________
૧૧
(૨) શ્રી મલ્લિષેણસૂરિ વિરચિત ભૈરવ પદ્માવતી કલ્પના અનુસારે
પ્રથમ સાધ્ય અને સાધકના નામના સ્વર, વ્યંજન છુટા પાડી બે પંક્તિમાં (ઉપર નીચે) લખીયે. તેમાં સાધ્યનામ ઉપર લખવું અને સાધક નામ તળે. આ પ્રમાણે લખી સાધકના નામાક્ષરોની સંખ્યાથી સાધ્યનામાક્ષરાદિ ગણીયે. તેમાં જે જ, , , લુ અક્ષરો આવતાં હોય તો છેડી દેવાં. પછી તે રાશિને ચારથી ભાગ દીજે. જે આય આવે તે સાધ્ય, સાધકના છુટા પાડેલા વર્ષોની આદ્યપં ક્તિમાં મુકીયે. પછી અનુક્રમે ૧ સિદ્ધ, ૨ સાધ્ય, ૩ સુસિદ્ધ અને શત્રુભેદ જાણીયે. સિદ્ધ થોડા દિવસમાં, સાધ્ય ઘણું કાળે અને સુસિદ્ધ તરત ફળે પરંતુ જે શત્રુ હોય તે પ્રાણ અને ધનાદિકને નાશ કરે. " એજ પદ્ધતિ પ્રમાણે ત્રણ વખત તપાસતાં આદ્યભાગમાંજ શત્રુ આવે તે તે મંત્રને ત્યાગ કર. ત્રણ સ્થાને શત્રુ હોય તે મૃત્યુ અગર કાર્યને નાશ થાય. આદ્યમાં શત્રુ હોય, મધ્યમાં સિદ્ધ અને છેવટમાં સાધ્ય ભેદ આવે તે મહામહેનતે સિદ્ધ થાય પણ જુજ ફળ આપે શરૂઆતમાં તથા મધ્યમાં સિદ્ધ હોય અને અંતે શત્રુ આવે તો પ્રારંભથી ઉઠાવેલી મહેનત સાથે સર્વકાર્ય નિષ્ફળ જાય. એજ પ્રમાણે શરૂઆતમાં અગર છેવટમાં સિદ્ધ તથા સુસિદ્ધ
ભેદ આવે પરંતુ તે જે શત્રુથી જોડાયેલ હોય તે તે મંત્ર - સાધતાં અત્યંત કલેશ અનુભવ પડે, તેથી તેવાં મંત્ર
સાધવાનું કામ છેડી દેવું જોઈએ.