________________
વખતે નજરે નિહાળેલાં હોય છે તથાપિ પ્રેક્ટીશ મેળવ્યા વગર બનાવવામાં આપણને મુશ્કેલી ઓછી નડતી નથી. કોઈ ઠેકાણાના વાસણ વખણાય છે, અન્ય શહેરની મિઠાઈ (પકવાન) પંકાય છે, ત્યારે અમુક જિલ્લાના વસ્ત્ર પ્રશ્ય ગણાય છે. અને તેની નકલ કરવા પ્રયત્ન કરવા છતાં તેવી બનાવટ બીજા ઉપજાવી શકતા નથી. તેનું કારણ તેમની ગુરુગમ જ છે. આવી રીતે હરહંમેશના ચાલુ કાર્યમાં પણ ગુરુગમની જરૂર પડે છે તો પછી મંત્ર સાધનાદિ જેવા ગહનકાર્યમાં ગુરુગમ શિવાય નાસીપાસ થવાય તેમાં નવાઈ પણ શી ?.
સાધાદિ ભેદ. દેવાદિકની પ્રતિષ્ઠામાં તેમજ લગ્નાદિ પ્રસંગે વર્ગમૂળ, રાશિમળ, તારામૈત્રી વગેરે જોવામાં આવે છે તેવી રીતે મંત્રાદિકમાં પણ સાધ્યાદિ ભેદો તપાસવાની ખાસ આવશ્યકતા છે. સાધ્ય અને સાધકનો મેળ ન ખાય તેમાં મંત્રાદિક આરાધન કરતાં, કરાવતાં અનેક વિઘ ઉપસ્થિત થાય, અને છેવટે પરિણામ અનિષ્ટ નિપજે છે.
સાયાદિ ભેદો તપાસવાની અનેક રીતે જોવામાં આવે છે. તેમાંની થોડીક લેકોના હિતાર્થે અત્રે રજુ કરું તે અસ્થાને નહી ગણાય. . (૧) ભદ્રગુપ્તાચાર્ય કૃત અનુભવસિદ્ધમંત્રદ્વત્રિશિકા
પ્રમાણે ' એ, ઈ, ઉ, એ, ઓ એ પાંચ સ્વરથી આરંભી ડ, I , ણ અક્ષરે વર્જિને પાંચ લાઈનમાં સર્વ માવિકાક્ષર લખવાં.