________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮) પ્ર. ૬૧. સતનું લક્ષણ શું? ઉ. ૧. ઉત્પાવ્યયબ્રોવ્યયુ$ સ ! (મોક્ષશાસ્ત્ર-અ. ૫. સૂ. ૩૦)
અર્થઃ જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત હોય તે સત્ છે. ઉત્પાદઃ- દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે; જેમ કે- માટીમાંથી ઘડાનો ઉત્પાદ.
વ્યયઃ- પૂર્વ પર્યાયના નાશને વ્યય કહે છે; જેમ ઘટપર્યાયનો ઉત્પાદ થતાં માટીના પિંડપર્યાયનો વ્યય.
ધ્રૌવ્ય – બને પર્યાયોમાં (ઉત્પાદ અને વ્યયમાં) દ્રવ્યનું સદશતારૂપ કાયમ રહેવું તેને ધ્રૌવ્ય કહે છે; જેમ કે પિંડ અને ઘડાના પર્યાયમાં માટીનું કાયમ ટકી રહેવું. ૨. દ્રવ્યનું લક્ષણ સત્ છે; માટે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ
ત્રણેથી યુક્ત સત્ જ દ્રવ્યનું લક્ષણ છે. એ ત્રણેથી યુગપ (એક જ સમયે) યુક્ત માનવાથી જ સત્ સિદ્ધ થાય છે. વસ્તુ સ્વતઃસિદ્ધ છે. તે જ પ્રમાણે એ સ્વત: પરિણમનશીલ પણ છે; તેથી અહીં એ સત્ નિયમથી ઉત્પાદ-વ્યય
ધ્રૌવ્યસ્વરૂપ છે. (જાઓ, પંચાધ્યાયી ભા. ૧લો. ગા. ૮૬, ૮૯) ૩. “પ્રત્યેક પદાર્થમાં પૂર્વ પર્યાયનો નાશ થઇને જ નવીન
પર્યાયનો ઉત્પાદ થાય છે, પણ એમ હોવા છતાં તે પોતાની (પ્રવાહરૂપ) ધારાને છોડતો નથી. એથી જ્ઞાત થાય છે કે પદાર્થ ઉત્પાદાદિ ત્રયાત્મક છે; પણ અહીં એ ઉત્પાદ અને વ્યયને ભિન્ન કાલવર્તી ન લેતાં એક કાલવર્તી (એક સમયવર્તી) જ લેવાં જોઇએ, કારણ કે પૂર્વ પર્યાયના વ્યયનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com