________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૨) આત્મા સ્પર્શતો નથી, તે તો જુદા સ્વભાવવાળા પદાર્થો છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ, મિથ્યાત્વનો વ્યય તથા શ્રદ્ધાપણાની સળંગતારૂપ ધ્રુવતા-એ ત્રણેય આત્મામાં જ સમાય છે, પણ તે સિવાયનાં જે બાહ્ય નિમિત્તો છે તેઓ આત્મામાં સમાતાં નથી. સમયે સમયે ઉત્પાદ-વ્યય- ધ્રુવતારૂપ પોતાનો સ્વભાવ છે; તે સ્વભાવને જ દરેક દ્રવ્ય સ્પર્શે છે એટલે પોતાના સ્વભાવપણે જ વર્તે છે, પણ પર દ્રવ્યને કારણે કોઇના ઉત્પાદ-વ્યય-ધ્રુવતા નથી. પરદ્રવ્ય પણ તેના પોતાના જ ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવમાં અનાદિ-અનંત વર્તે છે, ને આ આત્મા પણ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવમાં જ અનાદિ-અનંત વર્તે છે, એટલે આવું સમજનાર જ્ઞાનીને પોતાના આત્માના ઉત્પાદ-વ્યય-ધ્રુવતા સિવાય બહારમાં કિંચિત્ પણ કાર્ય પોતાનું ભાસતું નથી, એટલે ઉત્પાદ-વ્યય- ધ્રુવસ્વરૂપ જે પોતાનો આત્મા તેના આશ્રયે નિર્મળતાનો જ ઉત્પાદ થતો જાય છે, મલિનતાનો વ્યય થતો જાય છે ને ધ્રુવતાનું અવલંબન રહ્યા જ કરે છેઆનું નામ ધર્મ છે.
અજીવ દ્રવ્ય પણ પોતાના ઉત્પાદ-વ્યય-ધૂવરૂપ ત્રિસ્વભાવને જ સ્પર્શે છે, પરને તે સ્પર્શતું નથી; જેમ કે માટીના પિંડમાંથી ઘડો થયો; ત્યાં પિંડ અવસ્થાના વ્યયને, ઘટ અવસ્થાના ઉત્પાદન તથા માટીપણાની ધ્રુવતાને તે માટી સ્પર્શે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com