________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(60) ઉ. ના; કારણ કે જે જીવ સિદ્ધ પરમાત્મદશાને પ્રગટ કરે તે પણ લોકનું દ્રવ્ય છે, તેથી તે લોકાગ્રપર્યત જ એક સમયમાં જવાની ખાસ યોગ્યતા ધરાવે છે. ધર્માસ્તિકાયના અભાવને તેનું કારણ કહેવું તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનયનું કથન છે; નિશ્ચય યોગ્યતા જ એવી ન હોય તો નિમિત્તમાં એ રીતે
કારણપણાનો આરોપ આવી શકે નહિ. પ્ર. ૧૭૧-વીર્ય ગુણ કોને કહે છે? ઉ. આત્માની શક્તિ-સામર્થ્ય (બલ) ને વીર્ય કહે છે;
અર્થાત્ સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ શક્તિને વીર્યગુણ કહે છે.
(સમયસાર-૪૭ શક્તિઓમાંથી)
અર્થાત્ પુરુષાર્થરૂપ પરિણામોના કારણભૂત જીવની ત્રિકાલી
શક્તિને વીર્યગુણ કહે છે. પ્ર. ૧૭ર-ભવ્યત્વગુણ કોને કહે? ઉ. જે ગુણના કારણે આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ
કરવાની યોગ્યતા રહે છે તે ગુણને ભવ્યત્વગુણ કહે છે. [ ભવ્યત્વગુણ સદા ભવ્ય જીવોમાં જ છે અને
અભવ્યત્વગુણ સદા અભવ્ય જીવોમાં છે.] પ્ર. ૧૭૩-અભવ્યત્વ ગુણ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com