________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૯) અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખશક્તિ આત્મામાં નિત્ય છે. (સમયસાર-૪૭ શક્તિઓ પૈકી). પ્ર. ૧૬૮-ક્રિયાવતીશક્તિ કોને કહે છે? ઉ. જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં ક્રિયાવતી શક્તિ નામે વિશેષ
ગુણ છે. તેના કારણે જીવ અને પુદ્ગલને પોતપોતાની યોગ્યતાનુસાર કદી ગમન-ક્ષેત્રાન્તર ગતિરૂપ પર્યાય થાય છે અને કદી સ્થિરરૂપ પર્યાય થાય છે.
[કોઈ દ્રવ્ય (જીવ-પુદગલ) એકબીજાને ગમન વા સ્થિર કરી શક્તા નથી. તે બન્ને દ્રવ્યો પોતાની ક્રિયાવતી શક્તિની તે સમયની યોગ્યતાનુસાર સ્વતઃ ગમન કરે છે અથવા સ્થિર રહે છે.] પ્ર. ૧૬૯-મોટર પેટ્રોલથી ચાલે છે કે ડ્રાઈવર તેને ચલાવે છે? ઉ. મોટર પેટ્રોલ કે ડ્રાઈવરથી ચાલતી નથી, પણ મોટરના દરેક
પરમાણુમાં ક્રિયાવતી શક્તિ છે. તેના ક્ષણિક ઉપાદાનની યોગ્યતાથી જ તે ચાલે છે. સ્થિર રહેવા લાયક હોય તે સમયે, તેની ક્રિયાવતી શક્તિના કારણે તે સ્થિર રહે છે. અન્ય તો નિમિત્તમાત્ર છે. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થતું નથી પણ સંયોગનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી તેવું
કથન થાય છે. પ્ર. ૧૭૦- “સિદ્ધ ભગવાન થયા તે લોકાચે જ સ્થિર રહ્યા. તેઓ ખરેખર ધર્માસ્તિકાયના અભાવે લોકથી ઉપર જતા નથી” એ બરોબર છે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com